‘કાંતારા’ના પ્રોડ્યુસર અને ડિરેક્ટર રિષભ શેટ્ટીને કેરળના પોલીસના સમન્સ

13 February, 2023 04:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુપ્રીમ કોર્ટ દ્વારા નવ ફેબ્રુઆરીએ રિષબ શેટ્ટી અને પ્રોડ્યુસર વિજયને આગોતરા જામીન આપ્યા હતા

રિષભ શેટ્ટી

‘કાંતારા’ના પ્રોડ્યુસર અને ડિરેક્ટર રિષબ શેટ્ટી અને પ્રોડ્યુસરે કોઝીકોડ ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ સામે હાજરી આપી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા નવ ફેબ્રુઆરીએ રિષબ શેટ્ટી અને પ્રોડ્યુસર વિજયને આગોતરા જામીન આપ્યા હતા. તેમના પર કૉપીરાઇટનો કેસ કરવામાં આવ્યો છે. કેરળના મ્યુઝિક બૅન્ડ ‘થાઇકૂડમ બ્રિજ’ દ્વારા આ ફરિયાદ કરવામાં આવી છે. તેમનો આરોપ છે કે ‘કાંતારા’માં જે ગીત ‘વારાહ રૂપમ’નો સમાવેશ કરવામાં આવ્યો છે એને તેમણે બનાવ્યું છે અને​ ફિલ્મમાં તેમને ક્રેડિટ આપવામાં નથી આવી. ‘કાંતારા’ના મ્યુઝિક ડિરેક્ટર બી. અજનીશ લોકનાથે આ આરોપને ફગાવી દેતા કહ્યું હતું કે આ ગીતમાં સમાનતા લાગી રહી છે, કારણ કે બન્ને એક જ સરખા ‘રાગ’ પર આધારિત છે.

entertainment news bollywood news bollywood gossips bollywood south india