સ્પૉટિફાઇએ `કેદારનાથ`થી `કલંક` સુધીના આ સુપરહિટ ગીતો પ્લેટફોર્મ પરથી હટાવ્યા, યુઝર્સ નારાજ

21 March, 2023 08:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઓડિયો સ્ટ્રીમિંગ અને મીડિયા સર્વિસ પ્લેટફોર્મ બોલિવૂડ ગીતોના કૉપિરાઈટ ધારકો સાથે કોઈપણ કરાર કરવામાં નિષ્ફળ ગયું હોવાનું કહેવામાં આવ્યું છે

પ્રતીકાત્મક તસવીર

Spotifyબોલિવૂડ અને સંગીત પ્રેમીઓને મોટો ઝટકો આપ્યો છે. Spotifyએ જાહેરાત કરી છે કે ઘણા ગીતો હવે તેમના પ્લેટફોર્મ પર ઉપલબ્ધ નથી. મ્યુઝિક સ્ટ્રીમિંગ એપ Spotifyએ તેના પ્લેટફોર્મ પરથી ઘણા સુપરહિટ ગીતો હટાવી દીધા છે. એપ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તેનો મ્યુઝિક કંપનીઓ સાથે એગ્રીમેન્ટ રિન્યૂ થયું નથી. આ કારણે ઘણા લોકપ્રિય ગીતો હવે તેમના પ્લેટફોર્મ પર ઉપલબ્ધ નથી.

ઓડિયો સ્ટ્રીમિંગ અને મીડિયા સર્વિસ પ્લેટફોર્મ બોલિવૂડ ગીતોના કૉપિરાઈટ ધારકો સાથે કોઈપણ કરાર કરવામાં નિષ્ફળ ગયું હોવાનું કહેવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બાજીરાવ મસ્તાનીના "મલ્હારી" અને `બાર બાર દેખો`ના "કાલા ચશ્મા" સહિત ઘણા લોકપ્રિય ગીતોને સાઇટ પરથી હટાવી દેવામાં આવ્યા છે.

Spotify તેની વેબસાઇટ પર જણાવે છે કે તે વિશ્વના તમામ સંગીત, ગીતો અને પોડકાસ્ટને ઍક્સેસ કરી શકતું નથી. આ માટે પ્રકાશકો અને લાયસન્સ ધારકો સાથે કરારની જરૂર છે. Spotifyએ કહ્યું કે તે ભારતની સૌથી મોટી મનોરંજન કંપની ઝી મ્યુઝિક સાથે સર્જનાત્મક ઉકેલોને અનુસરવાનું ચાલુ રાખશે.

આ બધા વચ્ચે ઘણા લોકોએ ટ્વિટર પર જઈને પોતાનો બળાપો કાઢ્યો હતો. કેદારનાથ અને કલંક આવા ઘણા આલ્બમમાંથી બે છે. એક યુઝરે લખ્યું કે “Spotifyએ તેના સંગ્રહમાંથી અચાનક ઘણા હિન્દી ગીતો કાઢી નાખ્યા છે. તેની પાછળનું કારણ શું હોય શકે? દૂર કરાયેલા ગીતોમાં ABCD2, બાર બાર દેખો, બધાઈ દો, બેંગ બેંગ, સિક્રેટ સુપર સ્ટાર, દંગલ, કલંક, મિસન મંગલ, પેડ મેન, 3 ઈડિયટ્સ, કેદારનાથ, જર્સી, રાઝીના આલ્બમ્સ સામેલ છે.

આ પણ વાંચો: શું છે ટપ્પુ સેનાનો સિક્રેટ પ્રોજેક્ટ? જેને કારણે ભીડે માસ્ટર છે ચિંતાતુર

નવું ફીડ ઉમેર્યું

Spotifyએ આ મહિનાની શરૂઆતમાં વપરાશકર્તાઓને એપ્લિકેશન સાથે જોડાયેલા રાખવા માટે તેના સૌથી મોટા ફેરફારના ભાગ રૂપે એક નવું ફીડ ઉમેર્યું છે. આ ફીડ Tiktok અને YouTube પરથી પ્રેરિત છે. આ અપડેટ સ્પોટાઇફના ક્લાસિક ગીત અને આલ્બમ સંગ્રહોથી દૂર જાય છે, પોડકાસ્ટ જેવી સામગ્રી માટે નવી શ્રેણીઓ વિકસાવે છે.

entertainment news bollywood news tech news