‘બિગ બૉસ’ને બનાવટી રિયલિટી શો જણાવે છે કવિતા કૌશિક

12 April, 2021 12:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાલમાં જ એક વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કવિતાએ કૅપ્શન આપી હતી કે કંઈ પણ બની શકું છું, પરંતુ નિયંત્રિત નથી રહી શકતી.

કવિતા કૌશિક

કવિતા કૌશિકે ‘બિગ બૉસ’ને નકલી રિયલિટી શો જણાવ્યો છે. તેણે ‘બિગ બૉસ’ 14માં વાઇલ્ડ કાર્ડ કૉન્ટેસ્ટન્ટ તરીકે એન્ટ્રી લીધી હતી. શોમાં તેના વર્તનને કારણે તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી. લોકોએ તેને તેનું વર્તન બદલવાની પણ સલાહ આપી હતી. સોશ્યલ મીડિયામાં તેને ખૂબ ટ્રોલ પણ કરવામાં આવી હતી. હાલમાં જ એક વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કવિતાએ કૅપ્શન આપી હતી કે કંઈ પણ બની શકું છું, પરંતુ નિયંત્રિત નથી રહી શકતી.
તેના આ વિડિયો પર દાનિશ ઝુબેર નામના એક ફૅને કમેન્ટ કરી હતી કે ‘તમારે ‘બિગ બૉસ’માં નહોતું જવું, મને ખબર નથી કે હું જ માત્ર આવું વિચારું છું કે શું પરંતુ એનાથી તમારી ઇમેજને નુકસાન થયું છે. હું તારો ફૅન છું અને તને શુભેચ્છા આપું છું.’ દાનિશની કમેન્ટ પર રિપ્લાય આપતાં કવિતાએ લખ્યું હતું કે ‘કંઈ વાંધો નહીં. એક કહેવત છે કે જો તમારી ઇમેજ એક વખત ખરાબ થઈ ગઈ તો પછી તમે આઝાદ થઈ જાઓ છો. મારી સાથે પણ આવું જ થઈ રહ્યું છે. હવે મને એ લોકોની પ્રેમભરી અને નફરતભરી વાતોથી કોઈ ફરક નથી પડતો જે કોઈને પણ બનાવટી રિયલિટી શોના આધારે જજ કરે છે.’

bollywood news bollywood bollywood gossips entertainment news Bigg Boss kavita kaushik