નવ ડિસેમ્બરે રાજસ્થાનમાં લગ્ન કરશે કૅટરિના-વિકી?

27 November, 2021 12:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એવી ચર્ચા છે કે કૅટરિના સંગીતમાં મનીષ મલ્હોત્રાના ડિઝાઇન કરેલા આઉટફિટ પહેરશે, મેંદી સેરેમનીમાં અબુ જાનીનાં ડિઝાઇનર કપડાં પહેરશે, લગ્નમાં સબ્યસાચીએ ડિઝાઇન કરેલા વેડિંગ આઉટફિટ અને રિસેપ્શનમાં ગુચીનાં કપડાં પહેરશે.

નવ ડિસેમ્બરે રાજસ્થાનમાં લગ્ન કરશે કૅટરિના-વિકી?

કૅટરિના કૈફ અને વિકી કૌશલ ૯ ડિસેમ્બરે રંગીલા રાજસ્થાનમાં લગ્ન કરી લેવાનાં છે એવી ચર્ચા વહેતી થઈ છે. તેઓ સવાઈ માધોપુરના સિક્સ સેન્સિસ ફોર્ટ બરવારામાં લગ્ન કરશે. હિન્દુ પરંપરા મુજબ થનારાં લગ્નમાં ૭ અને ૮ ડિસેમ્બરે સંગીત અને મેંદી સેરેમની પણ ત્યાં જ રાખવામાં આવશે. લગ્નમાં નજીકના ફૅમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સને આમંત્રણ આપવામાં આવ્યું છે. કૅટરિના અને વિકીની ટીમ મહેમાનો માટે તમામ વ્યવસ્થા કરવામાં વ્યસ્ત છે. લગ્નની તૈયારીઓ જોરદાર ચાલી રહી છે. એવી ચર્ચા છે કે કૅટરિના સંગીતમાં મનીષ મલ્હોત્રાના ડિઝાઇન કરેલા આઉટફિટ પહેરશે, મેંદી સેરેમનીમાં અબુ જાનીનાં ડિઝાઇનર કપડાં પહેરશે, લગ્નમાં સબ્યસાચીએ ડિઝાઇન કરેલા વેડિંગ આઉટફિટ અને રિસેપ્શનમાં ગુચીનાં કપડાં પહેરશે.

bollywood news bollywood bollywood gossips entertainment news vicky kaushal katrina kaif