પ્રિયંકા ચોપરાના ન્યૂયૉર્ક રેસ્ટૉરન્ટમાં પતિ વિકી કૌશલ સાથે પહોંચી કેટરીના કૈફ

13 May, 2022 07:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કેટરીનાએ 5 Month Anniversary સેલિબ્રેટ કરતા કેટલીક તસવીરો શૅર કરી હતી. આ કપલ ઘણીવાર ઇન્ટરનેટ પર કપલ ગોલ દર્શાવતાં દેખાય છે.

તસવીર સૌજન્ય કેટરીના કૈફ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ

બૉલિવૂડના હેન્ડસમ હંક વિકી કૌશલ અને કેટરીના કૈફ બી-ટાઉનના પૉપ્યુલર કપલ્સમાંના એક છે. વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્નને પાંચ મહિના થઈ ચૂક્યા છે. કેટરીના કૈફ ઘણીવાર પતિ સાથે સોશિયલ મીડિયા પર તસવીરો શૅર કરતી હોય છે. તાજેતરમાં જ કેટરીનાએ 5 Month Anniversary સેલિબ્રેટ કરતા કેટલીક તસવીરો શૅર કરી હતી. આ કપલ ઘણીવાર ઇન્ટરનેટ પર કપલ ગોલ દર્શાવતાં દેખાય છે.

તો ચાહકોને પણ તેમની તસવીરો ખૂબ જ ગમે છે. હાલ બૉલિવૂડની આ હૉટ જોડી ન્યૂયૉર્કમાં છે અને એક બીજા સાથે સમય પસાર કરતાં જોવા મળે છે. આ દરમિયાન બન્ને બૉલિવૂડની દેસી ગર્લ એટલે કે પ્રિયંકા ચોપરાના રેસ્ટૉરન્ટ સોના પહોંચ્યા અને ત્યાંથી બન્નેની તસવીરો સામે આવી છે.

કેટરીનાએ કર્યા પ્રિયંકાના વખાણ
બૉલિવૂડ એક્ટ્રેસ કેટરીના કૈફે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક તસવીર શૅર કરી છે. જેમાં તે પતિ વિકી કૌશલ અને રેસ્ટૉરન્ટના એક સભ્ય સાથે દેખાય છે. તમે જોઈ શકો છો કે ત્રણેય કેમેરાને જોતાં સ્માઈલ આપી રહ્યા છે. આ દરમિયાન કેટરીના, પ્રિન્ટેડ ડ્રેસમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે અને આ તસવીર સાથે તેણે લખ્યું, "ઘરથી દૂર ઘર - @soannewyork વાઈબ ગમ્યા. પ્રિયંકા ચોપરા હંમેશાની જેમ તમે જે પણ કરો છો તે બસ અમેઝિંગ હોય છે."

પ્રિયંકા ચોપરાએ આપી પ્રતિક્રિયા
આ જોઈને પ્રિયંકા ચોપકાએ કેટરીના કૈફની સ્ટોરીને પોતાના ઇન્સ્ટા સ્ટોરી પર શૅર કરીને એક સુંદર નોટ લખી. પ્રિયંકાએ લખ્યું, "લવ યૂ હની! ખૂબ જ આનંદ છે કે તમે લોકો ત્યાં જઈ શક્યા." જણાવવાનું કે પ્રિયંકા અને નિક જોનાસના આ રેસ્ટૉરન્ટમાં અનેક સેલેબ્સ આવે છે. અને રેસ્ટૉરન્ટના વખાણ કરે છે.

કેટરીના અને વિકી કૌશલના વર્કફ્રન્ટની વાત કરીએ તો, કેટરીના અને વિકી પાસે અનેક પ્રૉજેક્ટ છે. અભિનેત્રી હાલ વિજય સેતુપતિ સાથે `મેરી ક્રિસમસ`નું શૂટિંગ કરી રહી છે. આ સિવાય તે સલમાન ખાન સાથે ફિલ્મ `ટાઈગર 3`માં દેખાવાની છે. સાથે જ એક્ટ્રેસ ફરહાન અખ્તરની ફિલ્મ `જી લે જરા`માં પ્રિયંકા ચોપરા અને આલિયા ભટ્ટ સાથે જોવા મળશે. તો, વિકી કૌશલ લક્ષ્મણ ઉટેકરની `એક બેનામ` ફિલ્મમાં કામ કરી રહ્યા છે, જેમાં સારા અલી ખાન પણ તેમની સાથે છે.

bollywood news bollywood bollywood gossips vicky kaushal katrina kaif priyanka chopra entertainment news