પ્રભાસની સ્પિરિટમાં કૅટરિના કૈફની એન્ટ્રી?

27 July, 2026 12:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રભાસ અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ `સ્પિરિટ`માં કૅટરિના કૈફ મહત્ત્વના કૅમિયોમાં જોવા મળી શકે તેવી ચર્ચા છે. જો આ સાચું સાબિત થશે તો લગભગ બે દાયકા બાદ તે તેલુગુ ફિલ્મોમાં કમબૅક કરશે.

કૅટરિના કૈફ અને પ્રભાસ

પ્રભાસ અને તૃપ્તિ ડિમરીની ‘સ્પિરિટ’ની ફૅન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ આવતા વર્ષે માર્ચમાં રિલીઝ થવાની છે. આ દરમ્યાન હવે એવી ચર્ચા ચાલી છે કે આ ફિલ્મમાં કૅટરિના કૈફની પણ એન્ટ્રી થઈ શકે છે. જોકે ફિલ્મના નિર્માતાઓ કે કૅટરિના તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. ઇન્ડસ્ટ્રીમાં એવી ચર્ચા છે કે ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા ફિલ્મમાં એક મહત્ત્વના કૅમિયો માટે કૅટરિનાને ધ્યાનમાં રાખી રહ્યા છે જે ફિલ્મનું સૌથી મોટું સરપ્રાઇઝ બની શકે છે.
મળતી માહિતી પ્રમાણે ફિલ્મમાં કૅટરિનાનો સ્ક્રીનટાઇમ ઓછો હોવાની શક્યતા છે, છતાં આ પાત્ર વાર્તામાં નિર્ણાયક વળાંક લાવી શકે છે અને સમગ્ર સ્ટોરીને અસર કરી શકે છે. જો ચર્ચા સાચી સાબિત થશે તો આ કૅમિયો ફિલ્મની સૌથી વધુ ચર્ચાતી બાબતોમાંની એક બની શકે છે. જો કૅટરિના આ પ્રોજેક્ટ સાથે જોડાશે તો લગભગ બે દાયકા બાદ તેનું તેલુગુ ફિલ્મોમાં કમબૅક થશે.

katrina kaif prabhas entertainment news bollywood news bollywood buzz bollywood controversies bollywood gossips bollywood events bollywood