રોહિત શેટ્ટીએ ‘સૂર્યવંશી’ને ખૂબ કાળજીપૂર્વક પ્લાન કરી છેઃ કૅટરિના

04 June, 2019 09:46 AM IST  |  મુંબઈ

રોહિત શેટ્ટીએ ‘સૂર્યવંશી’ને ખૂબ કાળજીપૂર્વક પ્લાન કરી છેઃ કૅટરિના

સૂર્યવંશીની ટીમ

કૅટરિના કૈફનું કહેવું છે કે રોહિત શેટ્ટીએ ‘સૂર્યવંશી’ને ખૂબ જ કાળજીપૂર્વક પ્લાન કરી છે. આ ફિલ્મમાં અક્ષયકુમાર લીડ રોલમાં જોવા મળશે. અક્ષયકુમારની પ્રશંસા કરતાં કૅટરિનાએ કહ્યું હતું કે ‘અક્ષય સાથે કામ કરવાનું સારું લાગે છે. હું તેને ઘણા સમયથી ઓળખું છું. રોહિતને કેવા પ્રકારની ફિલ્મ બનાવવી છે એ માટે તેનો દૃષ્ટિકોણ સ્પષ્ટ છે. આ ફિલ્મની પાછળ ચોક્કસ તર્ક છે જે ખૂબ જ ધ્યાનપૂર્વક અને વિચારીને બનાવવામાં આવી રહી છે.’

katrina kaif bollywood entertaintment rohit shetty akshay kumar karan johar