karan joharની ફિલ્મ takhtમાં થશે કેટરીનાની એન્ટ્રી, અર્જુન કપૂરનો ઇશારો

13 September, 2019 03:42 PM IST  |  મુંબઈ ડેસ્ક

karan joharની ફિલ્મ takhtમાં થશે કેટરીનાની એન્ટ્રી, અર્જુન કપૂરનો ઇશારો

કેટરીના કેફ

બોલીવુડ અભિનેત્રી કેટરીના કૈફ (Katrina Kaif) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. પોતાની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરતી રહે છે. તાજેતરમાં જ તેણે પોતાની એક તસવીર શૅર કરી છે જેમાં તે ખૂબ જ સિમ્પલ લૂકમાં દેખાય છે. આ તસવીરમાં તેણે સફેદ કલરનું ટીશર્ટ પહેર્યું છે અને વાળ ખુલ્લા છે. હવે તમે વિચારતાં હશો કે આ તસવીરમાં શું મહત્વનું છે જે તમને નથી દેખાતું? તો તમને જણાવીએ કે શું ખાસ છે આ તસવીરમાં.

હકીકતે, આ તસવીરમાં કેટરીના ખૂબ જ સિમ્પલ દેખાય છે, પણ તસવીર શૅર કરતી વખતે તેણે જે ઇમોજીનો ઉપયોગ કર્યો છે તે ખાસ છે. આ તસવીર સાથે અભિનેત્રીએ કૉફી/ચાયની ઇમોજી શૅર કરી છે. નોંધનીય વાત છે કે ના તો કેટરીના આ તસવીરમાં કૉફી પીતી દેખાય છે ન તો તેની આસપાસ એવું કોઇ દ્રશ્ય છે. એવામાં સવાલ એ છે કે આ ઇમોજીનો અર્થ શું?

આ સવાલનો જવાબ છુપાયેલો છે અર્જૂન કપૂરની કોમેન્ટમાં. અર્જુન કપૂરે કેટરીના કૈફની આ તસવીર પર કોમેન્ટ કરી છે જે તેની અપકમિંગ ફિલ્મ તરફ ઇશારો કરે છે. સાથે જ તેણે અભિનેત્રીને આ બાબતે જોડાયેલો પ્રશ્ન પણ કર્યો છે. કોમેન્ટમાં અર્જૂન કપૂરે પૂછ્યું છે કે, આ ઇમોજીનો તસવીર સાથે કોઇ સંબંધ નથી કેટરીના... શું આ એક ક્લૂ છે કે તું 'તખ્ત'માં કરણ જોહર સાથે કૉફી પીવા જવાની છો.

આ પણ વાંચો : Mitra Gadhvi: છેલ્લો દિવસ ફેમ આ અભિનેતાને કરવી છે પડકારજનક ભૂમિકાઓ

જણાવીએ કે કરણ જોહર ટૂંક સમયમાં જ 'તખ્ત' ફિલ્મ બનાવવા જઈ રહ્યો છે આ એક મલ્ટિસ્ટારર ફિલ્મ હશે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, જાન્હવી કપૂર, કરીના કપૂર, ભૂમિ પેડણેકર, અનિલ કપૂર, વિકી કૌશલ અને રણવીર સિંહ જોવા મળશે. પણ અર્જુનની આ કોમેન્ટટ તે વાત તરફ ઇશારો કરે છે કે ફિલ્મમાં કેટરીના કૈફ દેખાઇ શકે છે.

arjun kapoor katrina kaif karan johar bollywood bollywood news bollywood gossips