સૂર્યવંશી માટે પસંદ થઈ કૅટરિના કૈફ?

31 March, 2019 11:20 AM IST  | 

સૂર્યવંશી માટે પસંદ થઈ કૅટરિના કૈફ?

કેટરીના કૈફ (ફાઈલ ફોટ)

‘સૂર્યવંશી’માં હિરોઇન તરીકે કૅટરિના કૈફના નામ પર મહોર લાગી હોવાની ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મમાં અક્ષયકુમાર લીડ રોલમાં છે. આ અગાઉ જૅકલિન ફર્નાન્ડિસનું નામ આ રોલ માટે ચર્ચામાં હતું, પરંતુ હવે એવી ચર્ચા ચાલી રહી છે કે અક્ષયકુમાર સાથે કૅટરિના રોમૅન્સ કરતી જોવા મળશે. અક્ષયકુમાર અને કૅટરિના અનેક ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યાં છે. તેમની ઑન-સ્ક્રીન જોડી લોકોને ખૂબ પસંદ પડે છે.

આ પણ વાંચોઃ બોલીવૂડની અભિનેત્રીઓ જે ઓનસ્ક્રિન કિસ કરવા કરે છે ઈનકાર

‘સૂર્યવંશી’ ઈદ વખતે ૨૦૨૦માં રિલીઝ થવાની છે જે સલમાન ખાન અને આલિયા ભટ્ટની ‘ઇન્શાઅલ્લાહ’ સાથે ટક્કર લેશે. ‘સૂર્યવંશી’નું શૂટિંગ શરૂ કરવાની માહિતી આપતાં રોહિતે કહ્યું હતું કે ‘અમે મેમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાના છીએ. ફિલ્મ રિલીઝ થાય એ પહેલાંની આ લાંબી એટલે કે એક વર્ષની જર્ની છે.’

katrina kaif akshay kumar rohit shetty bollywood news