કૅટરિના કૈફ એકદમ પ્રોફેશનલ છે : વિજય સેતુપતિ

27 May, 2022 04:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘મેરી ક્રિસમસ’ માટે શ્રીરામે અદ્ભુત ટીમ રાખી છે. એનું ફાઇનલ આઉટપુટ કેવું આવે છે એ જાણવા હું આતુર છું. દર્શકોને આ કૉમ્બિનેશન ગમશે.’

વિજય સેતુપતિ

વિજય સેતુપતિએ ‘મેરી ક્રિસમસ’માં કામ કરનારી કૅટરિના કૈફને પ્રોફેશનલ અને કામ પ્રતિ સમર્પિત જણાવી છે. આ ફિલ્મને શ્રીરામ રાઘવન ડિરેક્ટ કરી રહ્યો છે. કૅટરિના સાથે કામ કરવાનો અનુભવ જણાવતાં વિજય સેતુપતિએ કહ્યું કે ‘તેની સાથે કામ કરવું સારું લાગ્યું છે. તે પ્રોફેશનલ અને પોતાની ભૂમિકા પ્રતિ સમર્પિત છે. ‘મેરી ક્રિસમસ’ માટે શ્રીરામે અદ્ભુત ટીમ રાખી છે. એનું ફાઇનલ આઉટપુટ કેવું આવે છે એ જાણવા હું આતુર છું. દર્શકોને આ કૉમ્બિનેશન ગમશે.’

bollywood news bollywood bollywood gossips entertainment news katrina kaif