રણબીર કપૂર અને કેટરીના કૈફનો આ ફોટો થયો વાઈરલ, શું ફરી દેખાશે સાથે ?

02 September, 2019 04:31 PM IST  |  મુંબઈ

રણબીર કપૂર અને કેટરીના કૈફનો આ ફોટો થયો વાઈરલ, શું ફરી દેખાશે સાથે ?

એક સમય હતો જ્યારે બોલીવુડ એક્ટ્રેસ કેટરીના કૈફ અને રણબીર કપૂરના સંબંધોની ચર્ચા ચારેકોર હતી. જો કે બંનેનો સાથ લાંબો ન ચાલ્યો અને ટૂંક સમયમાં જ બંને છૂટા પડી ગયા. પરંતુ હવે લાગી રહ્યું છે કે આ જોડી ફરી સાથે દેખાઈ શકે છે. જો કે આ વખતે સિલ્વર સ્ક્રીન પર બંને સાથે દેખાઈ શકે છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા ફોટોઝ આ વાતનો ઈશારો કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર એક ફોટો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં કેટરીના કૈફ અને રણબીર કપૂર સાથે દેખાઈ રહ્યા છે. આ ફોટો રાત્રે લેવાયેલો છે, તેમાં રણબીર કપૂર અને કેટરીના કૈફની સાથે રૅપર બાદશાહ પણ દેખાઈ રહ્યા છે. જો કે આ ત્રણેયનું બેકગ્રાઉન્ડ ક્લિયર નથી, એટલે ફોટો વિશે વધુ ખ્યાલ નથી આવતો.

બાદશાહે આ ફોટો પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શૅર કર્યો હતો, જે બાદ આ ફોટો વાઈરલ થયો છે. જો કે બાદશાહે બાદમાં આ સ્ટોરી હટાવી લીધી હતી. પરંતુ તેમના હટાવતા પહેલા આ તસવીર જબરજસ્ત વાઈરલ થઈ છે. આ ફોટોમાં ત્રણેય સ્ટાર્સ એક જ ફ્રેમમાં દેખાઈ રહ્યા છે. ત્યારે એવો અંદાજ લગાવાઈ રહ્યો છે કેટેરીના અને રણબીર ટૂંક સમયમાં જ બાદશાહના કોઈ ગીતમાં સાથે દેખાઈ શકે છે.

આ પણ વાંચોઃ Sadhana: એક સમયે બોલીવુડમાં ગણાતા હતા સ્ટાઈલ આઈકન 

તમને જણાવી દઈએ કે હાલ રણબીર કપૂર આલિયા ભટ્ટને ડેટ કરી રહ્યા છે, જ્યારે કેટરીના હજી પણ સિંગલ છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો રણબીર કપૂર ટૂંક સમયમાં જ આલિયા ભટ્ટ સાથે 'બ્રહ્માસ્ત્ર'માં દેખાવાના છે. પરંતુ ભારત બાદ કેટરીના કઈ ફિલ્મમાં દેખાશે, તે અંગે હજી કોઈ માહિતી સામે નથી આવી. સલમાન ખાન સાથે કેટરીના કૈફની ફિલ્મ ભારત હિટ રહી હતી.

ranbir kapoor katrina kaif badshah alia bhatt entertaintment