IFFAમાં કૅટરિના બેસ્ટ ઍક્ટ્રેસ અને કાર્તિક આર્યન બેસ્ટ ઍક્ટર

15 June, 2025 06:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ન્યુ યૉર્કમાં પહેલી વખત યોજાયેલા ઇન્ડી ફિલ્મ ફેસ્ટિવલ અવૉર્ડ્‍સ ૨૦૨૪ની ફિલ્મો માટે કલાકારોને આપવામાં આવ્યા છે.

કૅટરિના કૈફ અને કાર્તિક આર્યન

હાલમાં ન્યુ યૉર્કમાં ઇન્ડી ફિલ્મ ફેસ્ટિવલ અવૉર્ડ્‍સ (IFFA)નું પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું છે. ઇન્ડી ફિલ્મ ફેસ્ટિવલ અવૉર્ડ્‍સના વિજેતાઓના નામની જાહેરાત કરવામાં આવી છે, જેમાં કૅટરિના કૈફને બેસ્ટ ઍક્ટ્રેસ અને કાર્તિક આર્યનને બેસ્ટ ઍક્ટરનું બિરુદ મળ્યું છે.  આ અવૉર્ડના અન્ય વિજેતાઓની યાદી નીચે પ્રમાણે છે. આ ઇન્ડી ફિલ્મ ફેસ્ટિવલ અવૉર્ડ્‍સ ૨૦૨૪ની ફિલ્મો માટે કલાકારોને આપવામાં આવ્યા છે. ઍક્ટ્રેસ તરીકે કૅટરિના કૈફ અને ઍક્ટર તરીકે કાર્તિક આર્યન માટે આ એક મોટી સિદ્ધિ ગણાય છે, કારણ કે બૉક્સ-ઑફિસ પર તેમની ફિલ્મો ‘મૅરી ક્રિસમસ’ અને ‘ચંદુ ચૅમ્પિયન’ ખાસ કમાલ નહોતી બતાવી શકી. આવી સ્થિતિમાં ઇન્ડી ફિલ્મ ફેસ્ટિવલ અવૉર્ડ્‍સમાં સફળતા મેળવવી તેમના માટે ખાસ વાત છે.

બેસ્ટ ફિલ્મ

ચંદુ ચૅમ્પિયન 

બેસ્ટ ઍક્ટર

કાર્તિક આર્યન (ચંદુ ચૅમ્પિયન

બેસ્ટ ઍક્ટ્રેસ

કૅટરિના કૈફ (મૅરી ક્રિસમસ

બેસ્ટ ડિરેક્ટર

સિદ્ધાર્થ આનંદ (ફાઇટર

બેસ્ટ ફૅમિલી ફિલ્મ

બિન્ની ઍન્ડ ફૅમિલી 

બેસ્ટ OTT સ્પેશ્યલ

ઇમ્તિયાઝ અલી (અમર સિંહ ચમકીલા

બેસ્ટ નવોદિત (ફીમેલ)

અંજની ધવન (બિન્ની ઍન્ડ ફૅમિલી

બેસ્ટ નવોદિત (મેલ)

અભય વર્મા (મુંજ્યા

રાઇઝિંગ સ્ટાર

પ્રતિભા રાંતા (લાપતા લેડીઝ)

 

katrina kaif kartik aaryan new york international news bollywood buzz bollywood events bollywood news bollywood entertainment news