19 August, 2026 02:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગોવિંદા, સુનીતા આહુજા, ક્રિષ્ના અભિષેક અને કાશ્મીરા શાહ
ગોવિંદા અને તેની પત્ની સુનીતા આહુજા વચ્ચે ચાલી રહેલો પારિવારિક તથા જાહેર વિવાદ હવે વધુ ચર્ચામાં આવ્યો છે. બન્ને વચ્ચે ચાલી રહેલા વિવાદમાં હવે ગોવિંદાના ભાણેજ ક્રિષ્ના અભિષેકની પત્ની કાશ્મીરા શાહની પણ એન્ટ્રી થઈ છે. તાજેતરમાં કાશ્મીરાએ આકાશમાં હૃદયના આકારનાં વાદળો દેખાતાં હોય એવી એક તસવીર સોશ્યલ મીડિયામાં શૅર કરી હતી. આ તસવીર સાથે તેણે પ્રેમ, લગ્ન અને વફાદારીને લઈને સંદેશ લખ્યો છે.
કાશ્મીરાએ આ સંદેશમાં લખ્યું હતું કે ‘શું સાચો પ્રેમ ખરેખર અસ્તિત્વ ધરાવે છે કે પછી એ માત્ર દેખાડો બનીને રહી ગયો છે? આસપાસનું વાતાવરણ જોઈને લગ્ન અને સાચા પ્રેમ પરથી વિશ્વાસ ઊઠી રહ્યો છે.’
કાશ્મીરાએ પોતાની પોસ્ટમાં સીધું ગોવિંદા કે સુનીતાનું નામ લીધું નથી. આમ છતાં ફૅન્સનું માનવું છે કે તેનો આ ઇશારો ગોવિંદા અને તેની હિરોઇન રાની સ્વર્ણકારની રિલેશનશિપના રિપોર્ટ તેમ જ ગોવિંદા-સુનીતા વચ્ચે ચાલી રહેલા વિવાદ તરફ છે.