‘ભૂલભુલૈયા 2’માં તાંડવ ડાન્સ માટે એક અઠવાડિયાની સતત ટ્રેઇનિંગ લીધી હતી કાર્તિકે

23 May, 2022 02:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાર્તિક આર્યને ‘ભૂલભુલૈયા 2’માં તેના તાંડવ ડાન્સના પર્ફોર્મન્સ માટે એક અઠવાડિયાની સતત ટ્રેઇનિંગ લીધી હતી.

કાર્તિક આર્યન

કાર્તિક આર્યને ‘ભૂલભુલૈયા 2’માં તેના તાંડવ ડાન્સના પર્ફોર્મન્સ માટે એક અઠવાડિયાની સતત ટ્રેઇનિંગ લીધી હતી. શુક્રવારે રિલીઝ થયેલી આ ફિલ્મમાં કાર્તિકની સાથે કિયારા અડવાણી, તબુ અને રાજપાલ યાદવ પણ લીડ રોલમાં દેખાઈ રહ્યાં છે. આ ફિલ્મ લોકોને ખૂબ પસંદ પડી રહી છે. ફિલ્મમાં કાર્તિકે જે તાંડવ નૃત્ય કર્યું છે એ પણ લોકોને ખૂબ પસંદ આવી રહ્યું છે. લોકો તેની ડાન્સિંગ ટૅલન્ટથી તો જાણીતા છે જ પરંતુ તાંડવ કરીને તેણે તેની પ્રતિભાની નવી સાઇડ પણ લોકોને દેખાડી છે. આ તાંડવ માટે તેણે સતત એક અઠવાડિયા માટે ટ્રેઇનિંગ લીધી હતી. તે કોઈ કચાશ નહોતો છોડવા માગતો, આ જ કારણ છે કે તેણે ગુરુ ચિન્ની પ્રકાશ પાસેથી તાંડવની ટ્રેઇનિંગ લીધી હતી. કાર્તિકે તાંડવ કરીને લોકોને ખૂબ પ્રભાવિત કર્યા છે.

bollywood news kartik aaryan