‘ભૂલભુલૈયા 2’ના શૂટિંગની શરૂઆત કરી કાર્તિક અને તબુએ

24 August, 2021 10:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તબુ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કાર્તિકે કૅપ્શન આપી હતી કે બિગિન અગેઇન.

કાર્તિક આર્યન, તબૂ

‘ભૂલભુલૈયા 2’ના શૂટિંગની કાર્તિક આર્યન અને તબુએ શરૂઆત કરી દીધી છે. આ ફિલ્મમાં તેમની સાથે કિયારા અડવાણી પણ જોવા મળશે. આ ફિલ્મ ૨૦૦૭માં આવેલી ‘ભૂલભુલૈયા’ની સીક્વલ છે. આ ફિલ્મમાં અક્ષયકુમાર, વિદ્યા બાલન, અમીષા પટેલ, શાઇની આહુજા અને રાજપાલ યાદવ જોવા મળ્યાં હતાં. ‘ભૂલભુલૈયા 2’ને ભૂષણ કુમાર, કિશન કુમાર અને મુરડ ખેતાનીએ પ્રોડ્યુસ કરી છે. આ સુપર-નૅચરલ થ્રિલરને અનીસ બઝ્મી ડિરેક્ટ કરી રહ્યો છે. ફિલ્મની સ્ક્રિપ્ટ ફરહાદ સામજી અને આકાશ કૌશિકે લખી છે. તબુ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કાર્તિકે કૅપ્શન આપી હતી કે બિગિન અગેઇન.

bollywood news bollywood bollywood gossips kartik aaryan tabu