18 August, 2024 08:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
12th ફેલ
ઑસ્ટ્રેલિયામાં ૧૫મા ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઑફ મેલબર્નની શરૂઆત થઈ ચૂકી છે. એમાં બેસ્ટ ઍક્ટરનો અવૉર્ડ કાર્તિક આર્યનને તેની ‘ચંદુ ચૅમ્પિયન’ માટે આપવામાં આવ્યો છે. અવૉર્ડ મળ્યા બાદ તેણે સૌનો આભાર માન્યો હતો. તો વિક્રાન્ત મૅસીની ‘12th ફેલ’ને બેસ્ટ ફિલ્મનો અવૉર્ડ મળ્યો છે. આ બન્ને ફિલ્મોની સ્ટોરી રિયલ લાઇફ પર આધારિત હતી. બેસ્ટ ઍક્ટ્રેસનો અવૉર્ડ મલયાલમ ફિલ્મોની ઍક્ટ્રેસને મળ્યો છે. ‘ચંદુ ચૅમ્પિયન’ માટે કબીર ખાનને અને સાઉથની ફિલ્મ ‘મહારાજા’ માટે નિથીલન સ્વામીનાથનને બેસ્ટ ડિરેક્ટરનો જૉઇન્ટ અવૉર્ડ આપવામાં આવ્યો છે. આ ફેસ્ટિવલ પચીસમી ઑગસ્ટ સુધી ચાલશે.