17 June, 2025 06:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કાર્તિક આર્યને સોશ્યલ મીડિયા પર ક્યુટ સેલ્ફી પોસ્ટ કરી
ઍક્ટ્રેસ શ્રીલીલાની શનિવારે ચોવીસમી વર્ષગાંઠ હતી અને તેને બર્થ-ડે વિશ કરવા માટે તેના સહકલાકાર કાર્તિક આર્યને સોશ્યલ મીડિયા પર ક્યુટ સેલ્ફી પોસ્ટ કરીને કૅપ્શન આપી હતી, ‘હૅપી બર્થ-ડે મન્કી ફેસ’. કાર્તિક અને શ્રીલીલા હાલમાં ડિરેક્ટર અનુરાગ બાસુની મ્યુઝિકલ રોમૅન્ટિક ફિલ્મમાં સાથે કામ કરી રહ્યાં છે. બૉલીવુડમાં ચર્ચા છે કે હાલમાં કાર્તિક અને શ્રીલીલા રોમૅન્ટિક રિલેશનશિપમાં છે. જોકે બન્નેમાંથી કોઈએ આ વાત સ્વીકારી નથી.