નૅશનલ અવૉર્ડ જીત્યા બાદ કાર્તિક આર્યને મમ્મી-પપ્પા સાથે કર્યા બાબા મહાકાલનાં દર્શન

22 July, 2026 10:54 AM IST  |  Mahakal temple Ujjain | Gujarati Mid-day Correspondent

`ચંદુ ચૅમ્પિયન` માટે શ્રેષ્ઠ અભિનેતાનો પ્રથમ નૅશનલ અવૉર્ડ જીત્યા બાદ કાર્તિક આર્યન માતા-પિતા સાથે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં દર્શન કરવા પહોંચ્યો. મહાકાલના આશીર્વાદ લઈને તેણે પૂજા-અર્ચના અને ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો.

કાર્તિક આર્યન

હાલમાં પોતાની કરીઅરનો પહેલો શ્રેષ્ઠ અભિનેતાનો નૅશનલ અવૉર્ડ જીત્યા બાદ કાર્તિક આર્યન પોતાના માતા-પિતા સાથે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં દર્શન કરવા પહોંચ્યો હતો. કાર્તિક આર્યનને ૨૦૨૪માં આવેલી ફિલ્મ ‘ચંદુ ચૅમ્પિયન’માં તેના અભિનય માટે આ સન્માન મળ્યું છે. આ કૅટેગરીમાં કાર્તિક આર્યને મલયાલમ સુપરસ્ટાર મમૂટી સાથે સંયુક્ત રીતે અવૉર્ડ જીત્યો છે. 
આ રાષ્ટ્રીય સન્માન બાદ ૩૫ વર્ષના કાર્તિક આર્યને મહાકાલના આશીર્વાદ લીધા હતા અને મહાકાલેશ્વર મંદિરમાં પૂજા-અર્ચના કરીને માતા-પિતા સાથે વિવિધ ધાર્મિક વિધિઓમાં પણ ભાગ લીધો હતો. તેમના મંદિરદર્શનના અનેક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. કાર્તિક આર્યને આ મંદિરની મુલાકાતની તસવીર સોશ્યલ મીડિયા પર પણ શૅર કરી હતી.

kartik aaryan national award indian films indian cinema entertainment news bollywood news bollywood controversies bollywood gossips bollywood buzz bollywood events bollywood ujjain