29 October, 2026 12:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કાર્તિક આર્યન
વિવેક અગ્નિહોત્રી અને નિર્માતા ભૂષણ કુમાર સાથે મળીને ‘ઑપરેશન સિંદૂર’ પર આધારિત ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. દેશભક્તિ સાથે જોડાયેલા મહત્ત્વના વિષય પર બનનારી આ ફિલ્મની અત્યારથી જ ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ ફિલ્મ સત્ય ઘટનાઓથી પ્રેરિત હશે અને ૨૦૨૫ની ૬ મેથી ૧૦ મે સુધી હાથ ધરવામાં આવેલા આ ઑપરેશનના સમગ્ર ઘટનાક્રમને એમાં વિગતવાર રજૂ કરવામાં આવશે. રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મમાં કાર્તિક આર્યન લીડ રોલ ભજવશે. કાર્તિક પોતાની હાલની ફિલ્મ ‘કૅપ્ટન ઇન્ડિયા’નું કામ પૂરું કર્યા બાદ ‘ઑપરેશન સિંદૂર’ પર કામ શરૂ કરશે.