‘આશિકી 3’માં દેખાશે કાર્તિક

06 September, 2022 03:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આશિકી’ ફ્રૅન્ચાઇઝીની ત્રીજી ફિલ્મને અનુરાગ બાસુ દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે

અનુરાગ બાસુ, કાર્તિક આર્યન, પ્રિતમ ચક્રબોતી, મહેશ ભટ્ટ અને ભુષણ કુમાર

કાર્તિક આર્યન હવે ભૂષણ કુમારની ‘આશિકી 3’માં જોવા મળશે. ‘આશિકી’ ફ્રૅન્ચાઇઝીની ત્રીજી ફિલ્મને અનુરાગ બાસુ દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે. ‘આશિકી 2’ને મોહિત સૂરિ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી હતી. આ ફ્રૅન્ચાઇઝીની પહેલી ફિલ્મ ૧૯૯૦માં આવી હતી. ‘આશિકી’માં રાહુલ રૉય અને અનુ અગરવાલે કામ કર્યું હતું. એનો બીજો પાર્ટ ૨૦૧૩માં આવ્યો હતો. આ ફિલ્મ વિશે વાત કરતાં કાર્તિકે કહ્યું હતું કે ‘હું ટાઇમલેસ ક્લાસિક ‘આશિકી’ જોઈને મોટો થયો છું અને ‘આશિકી 3’માં કામ કરવું સપના બરાબર છે. ભૂષણ સર અને મુકેશ સર સાથે આ ફિલ્મમાં કામ કરવાને લઈને હું પોતાને નસીબદાર માનું છું. હું અનુરાગ સરનો મોટો ફૅન છું. તેમની સાથે કામ કરીને મારી પોતાની સ્કિલમાં વધારો થશે.’

entertainment news bollywood news bollywood kartik aaryan aashiqui aashiqui 3 anurag basu bhushan kumar