કાર્તિક આર્યને શરૂ કરી તેની યુટ્યુબ ચૅનલ

10 August, 2019 10:28 AM IST  |  મુંબઈ

કાર્તિક આર્યને શરૂ કરી તેની યુટ્યુબ ચૅનલ

કાર્તિક આર્યનનાં ફૅન્સને હવે તેનાં રોજબરોજનાં જીવનમાં ડોકિયું કરવાની તક મળવાની છે. કાર્તિક હવે યુટ્યુબ ચેનલ લઈને આવી રહ્યો છે. આ ચેનલ ૧૨ ઑગસ્ટે લૉન્ચ કરવામાં આવશે. સોશ્યલ મીડિયામાં કાર્તિકનાં અઢળક ફૅન્સ છે. એવામાં આ ચેનલ તેનાં ફૅન્સ માટે એક લ્હાણી છે. આ વિશે કાર્તિકે કહ્યું હતું કે ‘મારા ફૅન્સ માટે અને મારા શુભચિંતકો માટે તો આ એક નવુ ઘર હશે. એનાં મારફતે તેમને રિયલ કાર્તિકની ઝલક જોવા મળશે. તેમાં કેટલીક વસ્તુ ઓરિજિનલ, કેટલીક બિહાઇન્ડ ધ સીન અને મારા રોજબરોજનાં જીવનનું અને કામનું અનફિલ્ટર્ડ કન્ટેન્ટ હશે. યુટ્યુબને જોનારા લોકોનો વર્ગ બહોળો છે. લોકોને પણ વાસ્તવિક વિડિયોઝ જોવા ગમે છે. આ પેજ પર મેં કેટલાક મારા વિચારો પણ રાખ્યા છે. મારા ફૅન્સ સાથે હું મારી લાઈફનાં દરેક પાસાંને શૅર કરવા માટે ઉત્સાહિત છું.’

આ પણ વાંચોઃ તુલસીથી લઈને દયાબેન સુધી, એ ગુજરાતી કિરદારો જેણે લોકોના દિલ પર છોડી છે છાપ

આ ચેનલ પોતે જ હૅન્ડલ કરશે એ વિશે જણાવતાં કાર્તિકે કહ્યું હતું કે ‘મારું સોશ્યલ મીડિયા અકાઉન્ટ અન્ય કોઈ હૅન્ડલ કરે એ મને નથી પસંદ. આ જ આગ્રહ હું મારા યુટ્યુબ પેજ માટે પણ રાખીશ. હું ઘણાં સમયથી એને લૉન્ચ કરવા વિશે વિચારી રહ્યો હતો. આખરેય બધું હવે સમું સૂથરું પાર પડી રહ્યું છે.’

kartik aaryan youtube entertaintment