23 November, 2025 08:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કાર્તિક આર્યન
ગઈ કાલે કાર્તિક આર્યનની પાંત્રીસમી વર્ષગાંઠ હતી. કાર્તિકે પોતાના જન્મદિવસે સવારે સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કરીને બાપ્પાના આશીર્વાદ લીધા હતા. કાર્તિક મંદિરમાં આવ્યો એ સમયે મંદિરની બહાર તેના ફૅન્સ ભેગા થઈ ગયા હતા. કાર્તિકે આ ફૅન્સ સાથે પ્રેમથી તસવીરો ક્લિક કરાવી હતી અને ફૂલોનો ગુલદસ્તો સ્વીકાર્યો હતો. આ સમયે મંદિરની બહાર તેની તસવીર ક્લિક કરવા ફોટોગ્રાફર્સ આવી પહોંચ્યા હતા અને તેમણે કાર્તિકને બર્થ-ડે વિશ કરી હતી તો કાર્તિકે પણ આ પ્રેમ બદલ ફૅન્સ અને ફોટોગ્રાફર્સનો આભાર માન્યો હતો.
બર્થ-ડેના દિવસે કાર્તિક આર્યન માટે ડબલ સેલિબ્રેશન- તૂ મેરી મૈં તેરા, મૈં તેરા તૂ મેરીના ટીઝર-લૉન્ચિંગમાં મીડિયા અને અનન્યા પાંડે સાથે જન્મદિવસની ઉજવણી કરી
કાર્તિક માટે ગઈ કાલનો દિવસ બર્થ-ડે હોવાના કારણે તો ખાસ હતો જ, પણ સાથે-સાથે આ દિવસે તેની અને અનન્યા પાંડેની ૨૫ ડિસેમ્બરે રિલીઝ થનારી ફિલ્મ ‘તૂ મેરી મૈં તેરા, મૈં તેરા તૂ મેરી’નું ટીઝર પણ લૉન્ચ કરવામાં આવ્યું હોવાના કારણે કાર્તિક માટે આ દિવસ ડબલ સેલિબ્રેશન જેવો બની ગયો હતો. કાર્તિકે આ ટીઝર-લૉન્ચિંગની ગ્રૅન્ડ પાર્ટીમાં ફોટોગ્રાફર્સ અને ફિલ્મની લીડ ઍક્ટ્રેસ અનન્યા પાંડે સાથે બર્થ-ડે કેક કટ કરીને જન્મદિવસની ઉજવણી કરી હતી.
બર્થ-ડે બૉય કાર્તિક આર્યનની ભોજપુરી સૉન્ગ પર ડાન્સ-મસ્તી
કાર્તિક આર્યનની ગઈ કાલે પાંત્રીસમી વર્ષગાંઠ હતી. કાર્તિકે સોશ્યલ મીડિયામાં ખુલાસો કર્યો છે કે તે પોતાના જન્મદિવસે પણ પોતાની આગામી ફિલ્મ ‘નાગઝિલા’ના શૂટિંગમાં વ્યસ્ત હતો. હવે આ ફિલ્મના સેટ પરનો એક વિડિયો ચર્ચામાં આવ્યો છે. આ વિડિયોમાં કાર્તિક સેટ પર કરવામાં આવેલા પોતાના જન્મદિવસના સેલિબ્રેશનમાં પવન સિંહના ભોજપુરી ચાર્ટબસ્ટર સૉન્ગ ‘લૉલીપૉપ લાગેલૂ’ પર ક્રૂ-મેમ્બર્સ સાથે ધમાલ-ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.