મારી સ્ટ્રગલ અને જે બૅક-ગ્રાઉન્ડમાંથી હું આવ્યો છું એના પર મને ગર્વ છે

29 November, 2019 10:47 AM IST  |  Mumbai

મારી સ્ટ્રગલ અને જે બૅક-ગ્રાઉન્ડમાંથી હું આવ્યો છું એના પર મને ગર્વ છે

પતિ, પત્ની ઔર વોની કાસ્ટ

કાર્તિક આર્યનનું કહેવું છે કે તેને તેની સ્ટ્રગલ અને જે બૅક-ગ્રાઉન્ડમાંથી તે આવે છે એનાં પર ગર્વ છે. મધ્ય પ્રદેશનાં ગ્વાલિયરમાં ડૉક્ટર દંપત્તીનાં ઘરે કાર્તિકનો જન્મ થયો હતો. કાર્તિકે નવી મુંબઈની ડી. વાય. પાટિલ કૉલેજમાં બાયો ટેક્નોલોજીમાં એન્જિનિયરિંગની ડિગ્રી લીધી હતી. એ જ સમયગાળામાં તે મૉડલિંગની સાથે જ ફિલ્મોમાં કરીઅર બનાવવા માટે પણ મહેનત કરી રહ્યો હતો. તેણે ૨૦૧૧માં લવ રંજનની ‘પ્યાર કા પંચનામા’થી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. પોતાનાં કરીઅર વિશે જણાવતાં કાર્તિકે કહ્યું હતું કે ‘આ ઇન્ડસ્ટ્રીનો એક ભાગ બનવાથી હું ખુશ છું. મને લાગે છે કે મારે હજી ઘણું દૂર સુધી જવાનું છે. એક કલાકાર તરીકે મેં જ્યારથી મારા કરીઅરની શરૂઆત કરી છે ત્યારથી જ મારી જર્નીની શરૂઆત થઈ ચુકી છે. મારી સ્ટ્રગલ પર અને જે બૅક-ગ્રાઉન્ડ હું ધરાવુ છું એનાં પર મને ગર્વ છે. હું સતત સારું કામ કરતો રહું એ જ મારો ધ્યેય છે. હું મારા દિમાગમાં એ બાબતની કોઈ શંકા રાખવા નથી માગતો કે મારી પાસે કામની સારી એવી તક હતી અને એનો હું સારી રીતે ઉપયોગ કરી શક્યો હોત. એથી હું માત્ર મારું બેસ્ટ આપવા માગુ છું. પછી એ ફિલ્મમાં કામ કરવાનું હોય કે પછી ફિલ્મનું પ્રમોશન હોય.’
૨૦૧૮માં આવેલી ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’એ બૉક્સ-ઑફિસ પર સારી એવી કમાણી કરી હતી. તો ૨૦૧૯માં આવેલી ‘લુકા છુપી’એ તેને ખાસ્સી સફળતા અપાવી છે. આ બન્ને ફિલ્મોએ તેની લાઇફ બદલી નાખી હોવાનું જણાવતાં કાર્તિકે કહ્યું હતું કે ‘આ બન્ને ફિલ્મો ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ અને ‘લુકા છુપી’એ ખરેખર મારી લાઇફ બદલી નાખી છે. ‘લુકા છુપી’માં મેં ન્યુઝ રિપોર્ટરનું પાત્ર ભજવ્યું હતું. એ ફિલ્મે મને એક કલાકાર તરીકેનું પ્રમાણ આપ્યુ છે, કારણ કે એ ફિલ્મને કારણે જ એવા પ્રકારનાં રોલ કરવાનાં મને અનેક પર્યાયો મળી આવ્યા હતાં, જેને હું મારા કરીઅરની શરૂઆતથી જ કરવા માગતો હતો. આશા રાખુ છું કે ભવિષ્યમાં મારી પાસે એવા રોલ્સ આવે જેમાં કૅરૅક્ટર્સને વિશેષ મહત્ત્વ આપવામાં આવતુ હોય.’

આ પણ જુઓઃ ડેઈઝી શાહઃ 'ગુજરાત 11'ની આ અભિનેત્રી છે આટલી ખૂબસૂરત, જુઓ તસવીરો

ઇન્ડિયન આઇડલના મધર્સ સ્પેશ્યલ એપિસોડમાં કેમ ભાવુક થયો કાર્તિક?

કાર્તિક આર્યન હાલમાં જ સોની ટીવી પર આવતાં ‘ઇન્ડિયન આઇડલ સિઝન ૧૧’માં તેની ફિલ્મ ‘પતિ, પત્ની અને વો’ને પ્રમોટ કરવા માટે ભૂમિ પેડણેકર અને અનન્યા પાંડે સાથે ગયો હતો. જોકે આ શોમાં તે ભાવુક થઈ ગયો હતો. તેઓ જ્યારે શોમાં ગયા હતા ત્યારે શોનો એપિસોડ મધર્સ સ્પેશ્યલ રાખવામાં આવ્યો હતો. આ શોના સ્પર્ધક શેહઝાન મુઝેબના ગીત અને તેની સ્ટોરીથી ભાવુક થઈ ગયો હતો. અલીગઢથી ૨૦ રૂપિયા લઈને શેહઝાન મુંબઈ આવ્યો હતો અને તે આજે ટોપ ટેન સ્પર્ધકમાં છે. કમલ હાસન અને શ્રીદેવીની ‘સદમા’નું ગીત ‘સૂરમયી અખિયોં મેં’ શેહઝાને ગાયું હતું. આ ગીત બાદ કાર્તિક ખૂબ જ ભાવુક થઈ ગયો હતો અને તેણે તેની મમ્મી બ્રેસ્ટ કૅન્સરમાથી કેવી રીતે બહાર આવી હતી અને તેના સ્ટ્રગલના દિવસોમાં કેવી રીતે તેને સપોર્ટ કર્યો હતો એ વિશે વાત કરી હતી. આ શોના શૂટિંગ વિશે કાર્તિકે કહ્યું હતું કે ‘મધર્સ સ્પેશ્યલ એપિસોડનું શૂટિંગ કરવું મારા માટે થોડો ઇમોશનલ એક્સપિરિયન્સ રહ્યો હતો. મારી લાઇફમાં મારી મમ્મી મારી ખૂબ જ સ્ટ્રૉન્ગ સપોર્ટ સિસ્ટમ રહી છે અને એથી મારી તમામ યાદો તાજા થઈ ગઈ છે.’

kartik aaryan bhumi pednekar Ananya Panday