10 કરોડ રૂપિયાની ઑફર ઠુકરાવેલી કાર્તિક આર્યને

18 February, 2019 07:44 AM IST  | 

10 કરોડ રૂપિયાની ઑફર ઠુકરાવેલી કાર્તિક આર્યને

અભિનેતા કાર્તિક આર્યન

કાર્તિક આર્યને તાજેતરમાં જ જણાવ્યું હતું કે તેને 10 કરોડની ઑફર કરવામાં આવી હતી, પરંતુ એ ફિલ્મને તેણે ના પાડી હતી. તેનું કહેવું છે કે જો તેને લાગે કે તે કોઈ રોલમાં ફિટ નથી બેસતો તો તે ચોખ્ખી ના પાડે છે. સ્ટારડમને કઈ રીતે સંભાળે છે એ વિશે પૂછતાં કાર્તિકે કહ્યું હતું કે ‘આ એક થોડી જટિલ સ્થિતિ છે. મને લોકોનો પ્રેમ મળે છે, બ્રૅન્ડ-એન્ડોર્સમેન્ટ મળે છે અને ફૅન્સની સંખ્યા પણ વધતી જાય છે. મારે મારી જાતને એ સમય યાદ અપાવવો પડે છે જ્યારે મને કેટલીક ઍડ્વર્ટાઇઝમેન્ટ માટે રિજેક્ટ કરવામાં આવ્યો હતો. હું લાઇફના બીજા પાસાને પણ જોઉં છું. હું મારા કામને ખૂબ પ્રેમ કરું છું. હું ફૅન્સનો આભારી છું. હું અહીં ઇન્સ્ટાગ્રામ પર સેલ્ફી પોસ્ટ કરવા માટે નથી આવ્યો. મને 10 કરોડની ફિલ્મ ઑફર કરવામાં આવી હતી, પરંતુ હું પોતાને એ રોલમાં ફિટ જોઈ શક્યો નહીં એથી એ ફિલ્મને ના પાડી. મને હાલમાં પૈસાની જરૂર નથી.

આ પણ વાંચોઃ કાર્તિક આર્યનની નથી કોઈ વેલેન્ટાઈન, સારા અલી ખાનને Hug કરવા માગે છે

હું એવી સ્થિતિમાં નથી કે જ્યાં મને પૈસાની જરૂર પડે. પૈસા અને ગ્લૅમર તો હું જે કામ કરું છું એની બાયપ્રોડક્ટ છે. એ બધી વસ્તુઓ બદલાતી રહે છે એથી હું એને મન પર લેતો નથી. મેં દર શુક્રવારે સ્થિતિ બદલાતા જોઈ છે. જોકે હું તો લોકો તરફથી મળતા પ્રેમને એન્જૉય કરું છું. ઇન્ડસ્ટ્રી એક ગેમ જેવી છે જ્યાં દર શુક્રવારે કોઈ સુપરસ્ટાર બને છે અને એવું પણ બને છે કે ક્યારેક માસ્ટરપીસ પણ નિષ્ફળ જાય છે.’

kartik aaryan bollywood