સારા સાથેના બે ફોટો વાઇરલ થતાં આશ્ચર્ય થયું કાર્તિકને

21 February, 2023 04:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફોટો ઉદયપુરનો હોવાનું કહેવાતું હતું. તેમને સાથે જોઈને તેમના ફૅન્સ પણ ખુશ થઈ ઊઠ્યા હતા

સારા અલી ખાન

કાર્તિક આર્યનને એ વાતનું આશ્ચર્ય થયું છે કે સારા અલી ખાન સાથેના માત્ર બે ફોટો જ કેમ વાઇરલ થયા. તાજેતરમાં જ સોશ્યલ મીડિયામાં બન્નેના બે ફોટો વાઇરલ થયા હતા. એમાં બન્ને વાતો કરવામાં તલ્લીન હતાં. આ ફોટો ઉદયપુરનો હોવાનું કહેવાતું હતું. તેમને સાથે જોઈને તેમના ફૅન્સ પણ ખુશ થઈ ઊઠ્યા હતા અને તેઓ એવી શક્યતા વ્યક્ત કરતા હતા કે કદાચ આ બન્ને એકસાથે કામ કરવાના છે. થોડાં વર્ષો પહેલાં બન્નેના અફેરની પણ ચર્ચા હતી. આ ફોટો જોઈને ફૅન્સને તો એવું પણ લાગ્યું કે આ બન્ને કદાચ ફરીથી રિલેશનમાં છે. જોકે બે જ ફોટો વાઇરલ થવા પર કાર્તિકે કહ્યું કે ‘અમે એક જ સ્થળે ભેગા થયા હતા. પછી શું, કોઈએ ત્યાં ફોટો ક્લિક કરી લીધો. ત્યાં અનેક લોકો હાજર હતા જે અમારા ફોટો લઈ રહ્યા હતા. મને એ વાતનું આશ્ચર્ય છે કે માત્ર એકાદ-બે ફોટો જ વાઇરલ થયા.’ શું બન્ને સાથે કામ કરવાનાં છે એવો સવાલ પૂછવામાં આવતાં કાર્તિકે કહ્યું કે ‘હાલમાં તો આવી કોઈ જાહેરાત નથી અને મને પણ એની કોઈ માહિતી નથી.’

entertainment news bollywood news bollywood gossips bollywood sara ali khan kartik aaryan