કાર્તિક આર્યન એક અદ્ભુત ઍક્ટર છે : ઇમ્તિયાઝ અલી

12 February, 2020 12:46 PM IST  |  Mumbai

કાર્તિક આર્યન એક અદ્ભુત ઍક્ટર છે : ઇમ્તિયાઝ અલી

ઇમ્તિયાઝ અલી

‘લવ આજ કલ’ના ડિરેક્ટર ઇમ્તિયાઝ અલીનું કહેવું છે કે કાર્તિક આર્યન એક અદ્ભુત ઍક્ટર છે. ૨૦૦૯માં આવેલી સૈફ અલી ખાનની ‘લવ આજ કલ’ની સીક્વલ ‘લવ આજ કલ’માં તેની દીકરી સારા અલી ખાન કામ કરી રહી છે. તેની સાથે લીડ રોલમાં કાર્તિક છે.

કાર્તિકે કહ્યું હતું કે ઇમ્તિયાઝ અલી સાથે કામ કરીને એક ઍક્ટર તરીકે તેનામાં વિકાસ થયો છે. તેમ જ આ અનુભવ તેને આજીવન કામ આવશે. કાર્તિક વિશે કામ કરતાં ઇમ્તિયાઝ અલીએ કહ્યું હતું કે ‘કાર્તિક એક અદ્ભુત ઍક્ટર છે. તે એક બુદ્ધિમાન ઍક્ટર છે અને કામ પ્રત્યેની તેની રૂચી જ તેનું ટૅલન્ટ છે. એના કારણે જ તે એક અલગ તરી આવે છે.’

આ પણ વાંચો : લોકો મારી પાસે સેલ્ફી અને ઑટોગ્રાફ કરતાં જાદુ કી જપ્પી વધુ માગે છે : બમન ઈરાની

ઇમ્તિયાઝ અલીએ તેની કામ કરવાની સ્ટાઇલને ‘જબ હૅરી મેટ સેજલ’ના શાહરુખ ખાન સાથે પણ કરી હતી. તેનું કહેવું છે કે બન્ને ઍક્ટર્સ તેમના કામને લઈને હંમેશાં સમર્પિત હોય છે.

kartik aaryan imtiaz ali bollywood news entertaintment