કાર્તિક આર્યનના પગને શું થયું?

11 January, 2023 03:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મના શૂટિંગ બાદનો ફોટો કાર્તિકે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે

કાર્તિક આર્યનના પગને શું થયું?

કાર્તિક આર્યન હાલમાં તેના પગને આઇસપૅકથી મસાજ કરતો જોવા મળ્યો છે. તે હાલમાં ‘શહઝાદા’નું શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મને વરુણ ધવનના ભાઈ રોહિત ધવને ડિરેક્ટ કરી છે. આ ફિલ્મના શૂટિંગ બાદનો ફોટો કાર્તિકે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. આ ફોટોમાં તે એક બકેટમાં પગ નાખીને બેઠો છે અને બરફ દ્વારા તેના પગને મસાજ કરતો જોવા મળી રહ્યો છે. ફોટો શૅર કરીને કાર્તિકે કૅપ્શન આપી હતી કે ‘ઘૂંટને ટૂટ ગએ. આઇસ બકેટ ચૅલેન્જ ૨૦૨૩. ‘શહઝાદા’ના ગીતનું શૂટિંગ ચાલી રહ્યું છે.’

entertainment news kartik aaryan bollywood news bollywood gossips bollywood upcoming movie