ગુજરાતી થાળીનો રસિયો કાર્તિક આર્યન

24 December, 2022 06:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાર્તિક આર્યન ગુજરાતી થાળીનો રસિયો છે. તે હાલમાં ગુજરાતમાં છે જ્યાં વડોદરામાં તે તેની આગામી ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’નું શૂટિંગ કરી રહ્યો છે.

ગુજરાતી થાળીનો રસિયો કાર્તિક આર્યન

કાર્તિક આર્યન ગુજરાતી થાળીનો રસિયો છે. તે હાલમાં ગુજરાતમાં છે જ્યાં વડોદરામાં તે તેની આગામી ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’નું શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે કિયારા અડવાણી પણ જોવા મળશે. કાર્તિક ફૂડી છે. એ વાત તેણે શૅર કરેલા ફોટો પરથી દેખાઈ આવે છે. તેણે બે ગુજરાતી થાળીનો ફોટો શૅર કર્યો છે. એ થાળીની સામે તે હાથ ફેલાવીને ઊભો છે. કાર્તિકે ગ્રે ટી-શર્ટ અને બ્લૅક પૅન્ટ પહેર્યાં છે. થાળી સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કાર્તિકે કૅપ્શન આપી હતી, હાથ નથી લગાવવાનો, માત્ર જોવાનું છે.

આ પણ વાંચો: પુલઓવર્સ કઈ રીતે પહેરવાં એ કાર્તિક આર્યન પાસેથી શીખવા જેવું

bollywood news kartik aaryan entertainment news vadodara