કાર્તિક અને શ્રીલીલાની રિલેશનશિપને પરિવારની લીલી ઝંડી?

14 March, 2025 07:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાર્તિક આર્યન અને સાઉથની લોકપ્રિય ઍક્ટ્રેસ શ્રીલીલા તેમની આગામી ફિલ્મ માટે જ નહીં, તેમની ઑફ-સ્ક્રીન મિત્રતાને કારણે પણ ચર્ચામાં છે. હવે ઍક્ટરની મમ્મીએ પણ બન્ને માટે પોતાની પસંદગી વ્યક્ત કરી દીધી છે. શ્રીલીલા ઍક્ટ્રેસ તો છે અને મેડિકલ સ્ટુડન્ટ પણ છે.

કાર્તિક આર્યન અને ઍક્ટ્રેસ શ્રીલીલા (ફાઇલ તસવીર)

કાર્તિક આર્યન અને સાઉથની લોકપ્રિય ઍક્ટ્રેસ શ્રીલીલા તેમની આગામી ફિલ્મ માટે જ નહીં, તેમની ઑફ-સ્ક્રીન મિત્રતાને કારણે પણ ચર્ચામાં છે. હવે ઍક્ટરની મમ્મીએ પણ બન્ને માટે પોતાની પસંદગી વ્યક્ત કરી દીધી છે. કાર્તિકની મમ્મીએ જાહેરમાં હિન્ટ આપી કે તેઓ ડૉક્ટર પુત્રવધૂ ઇચ્છે છે અને શ્રીલીલા મેડિકલ સ્ટુડન્ટ છે.

હાલમાં રાજસ્થાનના જયપુરમાં આઇફા અવૉર્ડ્‍સ 2025 યોજાયો હતો. આ ફંક્શનમાં કાર્તિકના કો-હોસ્ટ અને ફિલ્મમેકર કરણ જોહરે કાર્તિકની મમ્મી માલા તિવારીને પૂછ્યું હતું કે તમે તમારા પુત્ર માટે કેવા પ્રકારની પુત્રવધૂ ઇચ્છો છો? એના જવાબમાં તેમણે કહ્યું હતું કે ઘરની ડિમાન્ડ છે કે આવનારી વહુ ખૂબ સારી ડૉક્ટર હોય. નોંધનીય છે કે શ્રીલીલા ઍક્ટ્રેસ તો છે જ અને સાથોસાથ મેડિકલ સ્ટુડન્ટ પણ છે.

કાર્તિકની મમ્મીએ ગયા વર્ષે કપિલ શર્માના કૉમેડી શોમાં ભાગ લીધો હતો. એ સમયે તેમણે કહ્યું હતું કે તેઓ તેમના ઘરની વહુ તરીકે એક સારી ડૉક્ટર ઇચ્છે છે. કાર્તિકના પરિવારમાં દરેક વ્યક્તિ ડૉક્ટર છે. તેની મમ્મી માલા તિવારી ગાયનેકોલૉજિસ્ટ છે, પિતા મનીષ તિવારી બાળરોગનિષ્ણાત છે અને નાની બહેન ક્રિતિકા પણ ડૉક્ટર છે. એટલા માટે તેની મમ્મી ઘરમાં એક ડૉક્ટર પુત્રવધૂ ઇચ્છે છે.

શ્રીલીલા માત્ર કાર્તિકની જ નહીં, તેના પરિવારની પણ એટલી જ નજીક છે. તાજેતરમાં કાર્તિકના ઘરે ફૅમિલી-પાર્ટી હતી જેમાં માત્ર પરિવારના સભ્યો જ હાજર હતા. એક વિડિયો તાજેતરમાં વાઇરલ થયો હતો જેમાં શ્રીલીલા એ પાર્ટીમાં કાર્તિકની ફૅમિલી સાથે જોવા મળે છે અને ડાન્સ પણ કરે છે. સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા વિડિયોમાં જોઈ શકાય છે કે કાર્તિકે પોતાની બહેન ડૉ. ક્રિતિકા તિવારીની સફળતાને ઊજવવા માટે પાર્ટી રાખી હતી અને એ દરમ્યાન બૅકગ્રાઉન્ડમાં ‘પુષ્પા 2’નું ‘કિસિક’ ગીત વાગતું હતું. આ ગીત પર શ્રીલીલા અને અન્ય લોકો ડાન્સ કરી રહ્યાં હતાં.

kartik aaryan relationships celebrity wedding bollywood buzz bollywood gossips bollywood news bollywood entertainment news