મોઢું છુપાવીને શિમલામાં ફરી રહ્યા છે સારા અલી ખાન અને કાર્તિક આર્યન

22 June, 2019 02:28 PM IST  |  શિમલા

મોઢું છુપાવીને શિમલામાં ફરી રહ્યા છે સારા અલી ખાન અને કાર્તિક આર્યન

કાર્તિક અને સારા ફરી દેખાયા એકસાથે

સારા અલી ખાન અને કાર્તિક આર્યન હાલમાં ઇમ્તિયાઝ અલીની ફિલ્મ લવ આજકલ 2ની શૂટિંગમાં વ્યસ્ત છે. 20 જૂનના બન્ને મુંબઇ એરપોર્ટ જોવા મળ્યા હતા. હવે સારા અને કાર્તિક શિમલાના રસ્તા પર ફરતાં સ્પોટ થયા છે. સોશિયલ મીડિયા પર બન્નેના એક સાથે ફરતાં વીડિયોઝ અને ફોટોઝ છવાયેલા છે. શિમલાના માલ રોડ પર સારા અને કાર્તિક ફેસ કવર કરીને ટહેલતાં જોવા મળ્યાં. કાર્તિકનો ચહેરો અડધો ઢંકાયેલો હતો. તેણે બ્લેક ટ્રેક પેન્ટ અને વાઇટ જેકેટ પહેરી. જ્યારે સારાએ દુપટ્ટા વડે પોતાનો ચહેરો છુપાવ્યો હતો.

જ્યારે બન્ને રસ્તા પર ફરતાં હતા ત્યારે પણ તે પોતાના ચાહકોની નજરથી બચી ન શક્યા. સારા અને કાર્તિકને તેમના ચાહકોએ ઓળખી કાઢ્યા અને તેમની સાથે સેલ્ફી પણ ક્લિક કરી. એક તસવીરમાં તેના ચાહક તેને ભેટે પણ છે.

ઇદ સમયે પણ છુપાવ્યો હતો ચહેરો 

આવું પહેલી વાર નથી થયું જ્યારે બન્ને ચહેરો છુપાવીને ફરતાં હોયા. આ પહેલા ઇદના દિવસે પણ બન્ને મુંબઇ મસ્જિદની બહાર સ્પૉટ થયા હતા દરમિયાન પણ બન્નેએ આમ જ ચહેરો સંતાડ્યો હતો.

કાર્તિક સાથે ડેટ પર જવા માગે છે સારા 

જણાવીએ કે સારા અલી ખાન અને કાર્તિક આર્યનના અફેરની ચર્ચા તાજેતરમાં ખૂબ જ થઈ રહી છે. કરણ જોહરના ચેટ શોમાં સારાએ જણાવ્યું હતું કે તે કાર્તિક સાથે ડેટ પર જવા માગે છે.

સારા અને કાર્તિક ઘણીવાર દેખાયા છે સાથે

સારા અને કાર્તિકને કેટલીય વાર સાથે કારમાં હાથોમાં હાથ નાખીને બેઠેલા જોવામાં આવ્યા છે. સારા અને કાર્તિકને ઘણીવાર એકબીજાના ઘરની બહાર પણ સ્પૉટ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : સારા અલી ખાનના ઘરેથી આ હાલતમાં બહાર નીકળ્યો કાર્તિક આર્યન

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ કાર્તિક આર્યનને સારા અલી ખાનના ઘરમાંથી બહાર નીકળતો સ્પૉટ કરવામાં આવ્યો હતો. તેને જોઇને તેની હાલત કંઇક અજુગતી જ લાગતી હતી.

kartik aaryan sara ali khan bollywood bollywood news entertaintment bollywood events bollywood gossips