બાળકો અને હસબન્ડ સાથે ક્રિસમસ સેલિબ્રેટ કરી કરીનાએ

26 December, 2022 04:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ બેસ્ટ રીત છે ક્રિસમસ સેલિબ્રેટ કરવાની કે મારો લવ ગિટાર પ્લે કરે છે. સાથે જ મારાં બાળકો મારી આસપાસ હોય. પ્રેમ, પ્રકાશ અને મ્યુઝિકની સાથે.’

કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન

કરીના કપૂરે તેનાં બાળકો તૈમુર ને જેહ અને હસબન્ડ સૈફ અલી ખાન સાથે ક્રિસમસ સેલિબ્રેટ કરી હતી. સૈફ ગિટાર પ્લે કરી રહ્યો હતો. એની વિડિયો ક્લિપ કરીનાએ સોશ્યલ મીડિયામાં શૅર કરી છે. એ ક્લિપમાં દેખાય છે કે વચ્ચે જેહ પણ આવી જાય છે. આ ક્લિપને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કરીનાએ કૅપ્શન આપી હતી, ‘આ બેસ્ટ રીત છે ક્રિસમસ સેલિબ્રેટ કરવાની કે મારો લવ ગિટાર પ્લે કરે છે. સાથે જ મારાં બાળકો મારી આસપાસ હોય. પ્રેમ, પ્રકાશ અને મ્યુઝિકની સાથે.’

entertainment news bollywood news bollywood gossips bollywood kareena kapoor saif ali khan christmas