27 June, 2025 07:02 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આ ફોટો શૅર કરીને કરીના કપૂરે તેની પોસ્ટમાં લખ્યું, ‘આ તમારા બન્નેનો મારો સૌથી ફેવરિટ ફોટો છે`
૧૨ જૂને કરિશ્મા કપૂરના ભૂતપૂર્વ પતિ સંજય કપૂરનું હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું હતું. સંજય અને કરિશ્માને બે બાળકો છે. બુધવારે કરિશ્માની એકાવનમી વર્ષગાંઠ હતી. આ દિવસે તેને ફૅન્સે અભિનંદન આપ્યાં, જ્યારે બહેન કરીના કપૂરે જન્મદિવસે તેના માટે ઇમોશનલ પોસ્ટ લખી છે.
કરીનાએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં કરિશ્મા અને સૈફ અલી ખાનનો એક જૂનો ફોટો પોસ્ટ કર્યો છે, જેમાં બન્નેએ આંખો પર કાળાં ચશ્માં પહેરેલાં જોવાં મળે છે. આ ફોટો શૅર કરીને કરીના કપૂરે તેની પોસ્ટમાં લખ્યું, ‘આ તમારા બન્નેનો મારો સૌથી ફેવરિટ ફોટો છે. યુનિવર્સની સૌથી મજબૂત અને શ્રેષ્ઠ છોકરી માટે. આપણા માટે આ વર્ષ ખૂબ જ મુશ્કેલ રહ્યું, પરંતુ શું તું જાણે છે... લોકો કહે છે કે મુશ્કેલ સમય હંમેશાં રહેતો નથી પણ મજબૂત બહેનો હંમેશાં સાથે રહે છે. મારી મા, મારી બહેન, મારી બેસ્ટ ફ્રેન્ડ માટે હૅપી બર્થ-ડે માય લોલો.’