કરીના કપૂરની દાયરાનો ફર્સ્ટ લુક રિલીઝ

31 July, 2026 09:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કરીના કપૂર ખાન અને પૃથ્વીરાજ સુકુમારનની ફિલ્મ `દાયરા`નું ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ થયું છે. ડાર્ક ક્રાઇમ-થ્રિલર ગણાતી આ ફિલ્મમાં બંને પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ 18 સપ્ટેમ્બરે રિલીઝ થશે.

કરીના કપૂર ખાન અને પૃથ્વીરાજ સુકુમારન

કરીના કપૂર ખાન ટૂંક સમયમાં પૃથ્વીરાજ સુકુમારન સાથે ડિરેક્ટર મેઘના ગુલઝારની ‘દાયરા’માં જોવા મળશે. તાજેતરમાં જ ફિલ્મનું ફર્સ્ટ-લુક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ પોસ્ટર જોઈને ખ્યાલ આવી જાય છે કે આ એક ડાર્ક અને ઇન્વેસ્ટિગેટિવ ક્રાઇમ-થ્રિલર હશે. 
ફિલ્મના પોસ્ટરમાં કરીના અને પૃથ્વીરાજ સુકુમારનના ક્લોઝ-અપ લુક જોવા મળે છે. પોસ્ટરમાં બન્ને કલાકારો ખાખી વર્દીમાં જોવા મળતાં હોવાથી તેઓ પોલીસ-અધિકારીઓની ભૂમિકામાં હોવાનું માનવામાં આવી રહ્યું છે. ‘દાયરા’ સાચી ઘટનાઓથી પ્રેરિત ફિલ્મ છે અને એ ૧૮ સપ્ટેમ્બરે થિયેટરમાં રિલીઝ થશે.

kareena kapoor upcoming movie entertainment news bollywood news bollywood controversies bollywood buzz bollywood gossips bollywood events bollywood