ટ્રોલ થયા પછી ફરી કરીનાએ શેર કર્યો મેકઅપ વગરનો ફોટો

15 June, 2019 04:00 PM IST  | 

ટ્રોલ થયા પછી ફરી કરીનાએ શેર કર્યો મેકઅપ વગરનો ફોટો

કરીના કપૂર સાથે પરિવાર (તસવીર સૌજન્ય કરીના કપૂર ઇન્સ્ટાગ્રામ)

કરીના કપૂર હાલમાં તૈમૂર અને સૈફ અલી ખાન સાથે લંડનમાં રજાઓ માણી રહી છે. દરમિયાન તેમની કેટલીય તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. કરીના સાથે રજાઓ માણવા તેની બહેન કરિશ્મા કપૂર પણ પહોંચી ગઈ છે. કરિશ્માના બન્ને બાળકો સમાયરા કપૂર અને કિયાન રાજ કપૂર પણ સાથે છે.

સંપૂર્ણ પરિવાર ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરવા માટે યૂરોપમાં છે. કરિશ્મા કપૂરે ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરી છે જેમાં કરીના, તૈમૂર, સમાયરા અમે કિયાન જોવા મળે છે. બન્ને બહેનો અને બાળકો સ્માઇલ કરતાં પોઝ આપે છે. દરમિયાન સૈફ અલી ખાન જોવા મળતો નથી એટલે એવું માની શકાય કે સૈફ અલી ખાન કેમેરો પકડીને તસવીરો ક્લિક કરતો હશે.

તસવીર જોઇને કહી શકાય કે આ પર્ફેક્ટ ફેમિલી પિક્ચર છે તસવીર શેર કરતાં કરિશ્માએ કેપ્શન આપ્યું છે, 'લવ ।' કરિશ્માએ કિયાન અને તૈમૂરની તસવીર શેર કરી છે. તેણે કેપ્શન આપ્યું છે 'ભાઈઓ, માય લવ્સ'

તસવીરમાં કરીનાનો ફરી એકવાર નો મેકઅપ લૂક જોવા મળે છે. આ પહેલા પણ કરીના કપૂરે પોતાની વિથઆઉટ મેકઅપવાળી એક સેલ્ફી શેર કરી હતી. જેમાં સોશિયલ મીડિયા પર યૂઝર્સે તેને ઘણી ટ્રોલ કરી એટલું જ નહીં તેના પર ખરાબ કોમેન્ટ્સ પણ કરી હતી.

આ પણ વાંચો : પત્ની મીરા રાજપૂત પર ગુસ્સો આવતાં, આ કામ કરે છે શાહિદ કપૂર

ઉલ્લેખનીય છે કે કરીના ટૂંક સમયમાં જ અંગ્રેજી મીડિયમની શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મ વર્ષ 2017માં રિલીઝ થયેલી ફિલ્મ હિન્દી મીડિયમની સીક્વલ છે. આ ફિલ્મ હોમી અડાજણિયા ડાયરેક્ટ કરે છે. ફિલ્મમાં ઇરફાન ખાન અને રાધિકા મદાન પણ મુખ્ય ભૂમિકામાં છે. બન્ને અત્યારે લંડનમાં તેની શૂટિંગ કરી રહ્યા છે અને કરીના ટૂંક સમયમાં જ તેમની સાથે જોડાશે.

bollywood kareena kapoor karishma kapoor bollywood news bollywood events bollywood gossips saif ali khan taimur ali khan