તૈમુરના બર્થ-ડે પર વિશ કરતાં કરીનાએ કહ્યું આમ, કરીનાનો નવો પ્રોજેક્ટ આ

21 December, 2020 02:26 PM IST  |  Mumbai | IANS

તૈમુરના બર્થ-ડે પર વિશ કરતાં કરીનાએ કહ્યું આમ, કરીનાનો નવો પ્રોજેક્ટ આ

તૈમુર અલી ખાન

તૈમુરના બર્થ-ડે નિમિત્તે તેની મમ્મી કરીના કપૂર ખાને તેને વિશ કરતાં જણાવ્યું કે તારી મમ્મી જેટલો પ્રેમ તને કોઈ નહીં કરે. સૈફ અલી ખાન અને કરીનાના દીકરા તૈમુરનો જન્મ 2016ની 20 ડિસેમ્બરે થયો હતો. કરીના થોડા સમયમાં ફરી એક વખત બીજા બાળકને જન્મ આપવાની છે. તૈમુરની એક ઝલક મેળવવા માટે લોકો પણ ઘેલા હોય છે. તે મીડિયામાં સૌથી વધુ અટેન્શન મેળવે છે. કરીનાએ તૈમુરનો એક ફોટો શૅર કર્યો છે જેમાં તૈમુર ગાયને ઘાસ ખવડાવવા માટે ઘાસની ગાંસડી ઉઠાવતો દેખાય છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શ.ર કરીને કરીનાએ કૅપ્શન આપી હતી કે ‘મારા દીકરા મને એ વાતની ખુશી છે કે ચાર વર્ષની ઉંમરમાં તને જે પણ કામ કરવું હોય એની તારામાં ખૂબ દૃઢતા, સમર્પણ અને એકાગ્રતા છે. તું ઘાસચારો ઉપાડીને ગાયને ખવડાવી રહ્યો છે. મારા સખત મહેનતુ દીકરા, ભગવાનની તારા પર કૃપા વરસે. જોકે સ્નોને ટેસ્ટ કરવાનું, ફૂલોને તોડવાનું, ઊછળકૂદ કરવાનું, ઝાડ પર ચડવાનું અને હા, તારી બધી કેક ખાવાનું પણ ભૂલતો નહીં. તારાં સપનાંઓને પૂરાં કરવા માટે પરિશ્રમ કરજે, પોતાનું માથું હંમેશાં ઊંચું રાખજે. સાથે જ લાઇફમાં એ બધી વસ્તુઓ કરજે જે તને ખુશી આપે. તારી અમ્મા કરતાં વધારે તને કોઈ પ્રેમ નથી કરવાનું. હૅપી બર્થ-ડે દીકરા...મારા ટિમ.’

કરીનાએ આ પહેલાં લખ્યું હતું ફેશન પર પુસ્તક અને હવે આવશે પ્રેગનેન્સી ગાઇડ

કરીના કપૂર ખાન પ્રેગ્નન્સીના પોતાના અનુભવોને રજૂ કરતી એક બુક 2021માં રિલીઝ કરવાની છે. કરીના 2021માં બીજા બાળકને જન્મ આપવાની છે. પ્રેગ્નન્સી દરમ્યાન પણ ખાસ્સી ઍક્ટિવ રહીને તે અન્ય ગર્ભવતી મહિલાઓને પ્રેરણા પૂરી પાડે છે. કરીનાની આ બુકમાં અનેક પ્રકારનું માર્ગદર્શન પણ આપવામાં આવશે. જગરનોટ બુક્સ એને પબ્લિશ કરશે. એનો ફર્સ્ટ લુક ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કરીનાએ કૅપ્શન આપી હતી કે ‘આજનો દિવસ કરીના કપૂર ખાનની પ્રેગ્નન્સી બાઇબલને માતા બનનારી મહિલાઓ માટે જાહેર કરવાનો યોગ્ય દિવસ છે. એ બુકમાં હું મૉર્નિંગ સિકનેસથી માંડીને ડાયટ અને ફિટનેસ વિશે જણાવીશ. તમને આ બુક વંચાવવા માટે હું આતુર છું. 2021માં આ બુક જગરનોટ બુક્સ પબ્લિશ કરશે.’

taimur ali khan kareena kapoor bollywood