તૈમુરને આત્મનિર્ભર બનાવવાની ઇચ્છા રાખે છે કરીના

06 September, 2020 11:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તૈમુરને આત્મનિર્ભર બનાવવાની ઇચ્છા રાખે છે કરીના

કરીના કપૂર ખાન દીકરા તૈમૂર સાથે

કરીના કપૂર-ખાનની ઇચ્છા છે કે તૈમુર આત્મનિર્ભર બને. તે પોતાની કરીઅર પોતે બનાવે એવી તેને આશા છે. હાલમાં બૉલીવુડમાં નેપોટિઝમનો મુદ્દો ખાસ્સો ચગ્યો છે. એને જોતાં કરીનાએ જણાવ્યું હતું કે તૈમુર દેશનો સૌથી વધુ ચર્ચામાં રહેનાર બાળક છે એથી એનો અર્થ એ નથી થતો કે તે મોટો થઈને મોટો સ્ટાર બને. તેને જેમાં પણ કરીઅર બનાવવી હોય એની તેને આઝાદી છે. એવું પણ જરૂરી નથી કે તેના પેરન્ટ્સ સફળ છે તો તે પણ સફળ બનશે. તેને પોતાનો માર્ગ જાતે જ બનાવવો પડશે. સાથે જ તેના પેરન્ટ્સ પાસેથી તેને કોઈ પણ પ્રકારની મદદ નહીં મળે.

entertainment news bollywood bollywood news bollywood gossips kareena kapoor taimur ali khan