કરીનાની સાડી છવ્વીસ હજારની અને ઘડિયાળ છે પંદર લાખની

06 May, 2025 07:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાલમાં કરીના કપૂરે બાંદરા-કુર્લા કૉમ્પલેક્સમાં યોજાયેલી WAVES 2025ના પૅનલ-ડિસ્કશનમાં હાજરી આપી હતી. આ સમયે કરીનાએ ફ્રેન્ચ શિફૉન ફ્લોરલ સાડી સાથે મિનિમલ લુક અપનાવ્યો હતો.

કરીના કપૂર WAVES 2025ના પૅનલ-ડિસ્કશનમાં

હાલમાં કરીના કપૂરે બાંદરા-કુર્લા કૉમ્પલેક્સમાં યોજાયેલી WAVES 2025ના પૅનલ-ડિસ્કશનમાં હાજરી આપી હતી. આ સમયે કરીનાએ ફ્રેન્ચ શિફૉન ફ્લોરલ સાડી સાથે મિનિમલ લુક અપનાવ્યો હતો. તેણે આ લુક સાથે વધારે ઍક્સેસરી પહેરવાને બદલે કાંડા પર ક્લાસિક વૉચ પહેરવાનું પસંદ કર્યું હતું. ઑનલાઇન સર્ચ કરતાં ખબર પડી છે કે કરીનાની આ બ્રૅન્ડેડ સાડીની કિંમત ૨૬,૫૦૦ રૂપિયા જેટલી છે. આ ફંક્શનમાં કરીનાએ Jaeger-LeCoultre બ્રૅન્ડની રિવર્સૉ ક્લાસિક મોનોફેસ કલેક્શનની જે રોઝ ગોલ્ડ કલરના ડાયલવાળી ઘડિયાળ પહેરી છે એની કિંમત લગભગ ૧૪ લાખ ૮૦ હજાર રૂપિયા જેટલી છે. 

kareena kapoor fashion news fashion bandra bollywood buzz bollywood gossips bollywood news bollywood entertainment news