14 April, 2026 11:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
IPLની મેચ માણતાં કરીના કપૂર અને ઇબ્રાહિમ અલી ખાન
રવિવારે વાનખેડે સ્ટેડિયમમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે જોરદાર મુકાબલો થયો. આ મૅચ જોવા માટે સૈફ અલી ખાનનો આખો પરિવાર મુંબઈ ઇન્ડિયન્સની જર્સીમાં નજર આવ્યો. આ આઉટિંગમાં આખો પરિવાર ખુશ લાગતો હતો, પણ કરીના કપૂર અને તેના સાવકા દીકરા ઇબ્રાહિમ અલી ખાનના બૉન્ડિંગે બધાનું ધ્યાન ખેંચ્યું છે. તેઓ એકબીજા સાથે વાત કરી રહ્યાં હોવાની તસવીરો સોશ્યલ મીડિયામાં ચર્ચામાં છે. આ સમયે બન્ને એકબીજા સાથે ખૂબ જ કમ્ફર્ટેબલ અને નૅચરલ દેખાઈ રહ્યાં હતાં.
કરીના કપૂરે અનેક ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ કર્યું છે કે તે તેનાં સાવકાં સંતાનો સારા અને ઇબ્રાહિમની મા બનવાનો પ્રયાસ કરતી નથી, પરંતુ એક સારી મિત્ર બનવામાં વિશ્વાસ રાખે છે. આ વાઇરલ તસવીરોમાં કરીનાનો ઇબ્રાહિમ સાથેનો સુંદર સંબંધ સ્પષ્ટ જોવા મળે છે.