કદી ન કર્યો હોય એવો ડાન્સ કરણને કરવા કહ્યું કરીનાએ

26 May, 2022 12:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કરણ જોહરને ગઈ કાલે બર્થ-ડે વિશ કરતાં કરીના કપૂર ખાને તેને કદી ન કર્યો હોય એવો ડાન્સ કરવા કહ્યું છે.

કદી ન કર્યો હોય એવો ડાન્સ કરણને કરવા કહ્યું કરીનાએ

કરણ જોહરને ગઈ કાલે બર્થ-ડે વિશ કરતાં કરીના કપૂર ખાને તેને કદી ન કર્યો હોય એવો ડાન્સ કરવા કહ્યું છે. કરીનાએ તેની સાથેનો ફોટો શૅર કર્યો છે. એ ફોટોમાં બન્ને જાણે કે પાઉટ કરી રહ્યાં હોય એવું દેખાય છે. આ બન્નેની દોસ્તી ખૂબ ગાઢ છે. એ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કરીનાએ કૅપ્શન આપી હતી, ‘મને નથી ખબર કે આપણે પાઉટ કરી રહ્યાં છીએ? આપણા ગાલ અંદર ઊતરી ગયા છે. આ તો આપણે જ છીએ. તું અને હું. હું અને તું હંમેશાં માટે. એકબીજા સાથેનો પ્રેમ પણ અનોખો છે. ચાલ આજે રાતે એવો ડાન્સ કરીએ કે કદી ન કર્યો હોય, કારણ કે મારા સ્વીટહાર્ટનો બર્થ-ડે છે. હૅપી ૫૦મો બર્થ-ડે કરણ જોહર. તારા જેવું કોઈ નથી.’
બીજી તરફ ફારાહ ખાન કુંદરે કરણના ક્લોઝેટની એક નાનકડી ક્લિપ શૅર કરી છે. એમાં કરણનાં કપડાંના કલેક્શનની સાથે જ શૂઝ પણ ઘણાંબધાં છે. એની ક્લિપ શૂટ કરતી વખતે ફારાહ અનેક વખત ‘ઓહ માય ગૉડ’ બોલતી સંભળાય છે. સાથે જ તેને બર્થ-ડેની શુભેચ્છા પણ આપે છે. તે કહે છે કે કરણ આ તારો ૫૦મો બર્થ-ડે છે, પરંતુ તું દેખાતો નથી. જોકે તને આદત પાડવી પડશે. આ ક્લિપને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ફારાહે કૅપ્શન આપી હતી, ‘હૅપી ૫૦મો બર્થ-ડે કરણ જોહર. કરણ સ્પોર્ટિંગ, હાજરજવાબી અને ઇન્ટેલિજન્ટ ​ફ્રેન્ડ છે. હું ઘણી વખત ‘ઓહ માય ગૉડ’ બોલી છું એ માટે માફી માગું છું.’

bollywood news entertainment news kareena kapoor karan johar