તેજસ્વી સાથે લગ્ન કરવા આતુર છે કરણ કુન્દ્રા

17 July, 2022 08:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ બન્ને એકમેકના પ્રેમમાં ગળાડૂબ છે

તેજસ્વી સાથે લગ્ન કરવા આતુર છે કરણ કુન્દ્રા

તેજસ્વી પ્રકાશનું કહેવું છે કે કરણ કુન્દ્રા મારી સાથે લગ્ન કરવા ઉત્સુક છે. આ બન્ને એકમેકના પ્રેમમાં ગળાડૂબ છે. સોશ્યલ મીડિયામાં પણ તેઓ એકબીજા પ્રત્યે પ્રેમનો એકરાર કરે છે. કરણ સાથે મુલાકાત થતાં તેનામાં ઘણું પરિવર્તન આવી ગયું છે એ વિશે જણાવતાં તેજસ્વી પ્રકાશે કહ્યું કે ‘તે મારી સાથે લગ્ન કરવા ઉત્સુક છે. મને એવું લાગે છે કે મારી સાથે તેની મુલાકાત થયા બાદ તે વધુ જવાબદાર બની ગયો છે અને તેની સાથે હું વધુ સલામતી અનુભવું છું. મને નથી લાગતું કે મારે તેના વિશે બે વખત વિચારવું પડે. કંઈ પણ બોલતાં પહેલાં પણ મારે વધારે નથી વિચારવું પડતું, કારણ કે હું જાણું છું કે જો હું કંઈક ગરબડ કરીશ તો મને સંભાળવા માટે તે મારા પડખે ઊભો છે.’

entertainment news bollywood news karan kundra