કુછ કુછ હોતા હૈની રીબુટમાં આ સ્ટાર્સને લેવા માગે છે કરણ જોહર

18 August, 2019 08:40 AM IST  |  મુંબઈ

કુછ કુછ હોતા હૈની રીબુટમાં આ સ્ટાર્સને લેવા માગે છે કરણ જોહર

આલિયા ભટ્ટ અને રણવીરસિંહ

કરણ જોહરની ઈચ્છા છે કે જો તે ભવિષ્યમાં ‘કુછ કુછ હોતા હૈ’ની રીબુટ બનાવશે તો એમાં રણવીર સિંહ, આલિયા ભટ્ટ અને જાહ્‍નવી કપૂરને લીડ રોલમાં લેશે. ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઑફ મેલબર્નમાં આ ફિલ્મની સ્ક્રીનીંગ રાખવામાં આવી હતી. ઑડિયન્સ સાથે ચર્ચા દરમ્યાન ફિલ્મની રીબુટ વિશે કરણ જોહરે આ વાત કહી હતી. આ ફેસ્ટિવલ ૧૭ ઑગસ્ટે પૂરો થયો છે. ત્રણ ફ્રેન્ડ્સની લવ સ્ટોરી દેખાડતી કરણ જોહરનાં ડિરેક્શનમાં બનેલી ‘કુછ કુછ હોતા હૈ’ ૧૯૯૮માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં શાહરુખ ખાન, કાજોલ અને રાની મુખરજી લીડ રોલમાં હતાં. તો મહેમાન કલાકાર તરીકે સલમાન ખાન હતો. કરણની ‘કુછ કુછ હોતા હૈ’ની રીમેક બનાવવાની તો હાલમાં કોઈ યોજના નથી. જોકે એ વિશે જણાવતાં કરણ જોહરે કહ્યું હતું કે ‘મારા વિશ લિસ્ટમાં રાહુલ તરીકે રણવીર સિંહ હશે. તેનામાં શાહરુખ ખાન જેવુ જ પાગલપન છે. આલિયા ભટ્ટ અંજલી બનશે તેનામાં દમ છે અને જાહ્‍નવી કપૂરને ટીના તરીકે જોવા માગીશ કારણ કે એ ભૂમિકા ભજવવા માટેનો તેનામાં આત્મ વિશ્વાસ અને બૅલેન્સ જાળવી રાખવાની કળા છે.’

આ પણ વાંચોઃ આવી છે તારક મહેતાના કલાકારોની રીઅલ લાઈફ ફેમિલી....

alia bhatt ranveer singh jhanvi kapoor karan johar entertaintment