“મારી બાઇક સાફ કરવાનું કપડું જોયું...? કરણ જોહરની નવી ફૅશન સ્ટાઈલ જોઈ લોકોએ કર્યો ટ્રોલ

16 February, 2025 07:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Karan Johar Viral Video: કરણ જોહર દ્વારા નિર્મિત આગામી ફિલ્મ ‘ધડક-૨’ હશે. આ ફિલ્મનો પહેલો ભાગ વર્ષ 2018 માં રિલીઝ કરવામાં આવ્યો હતો, જેમાં જાહ્નવી કપૂર અને ઈશાન ખટ્ટર લીડ રોલમાં જોવા મળ્યા હતા.

કરણ જોહર તેના કપડાંને લીધે ફરી થયો ટ્રોલ (તસવીર: સોશિયલ મીડિયા)

બૉલિવૂડનો દિગ્ગજ ફિલ્મ મેકર કરણ જોહર ઘણીવાર તના ફેન્સી સનગ્લાસ અને વિચિત્ર પોશાક પહેરવાના લીધે ચર્ચાનો વિષય બને છે. હાલમાં ફરી એકવાર કરણ જોહરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કરણ જોહર ખૂબ જ વિચિત્ર પોશાકમાં જોવા મળી રહ્યો છે અને આ માટે તેને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. કેટલાક કરણ જોહરની સરખામણી ભિખારી સાથે કહી રહ્યા છે તો કેટલાક તેને આટલા પૈસા હોવા છતાં આવા કપડાં ન ખરીદવાની સલાહ આપી રહ્યા છે. આ વિડીયો ઍરપોર્ટ પર રેકોર્ડ કરવામાં આવ્યો હતો અને વિવિધ પાપારાઝી એકાઉન્ટ્સ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે.

કરણ જોહરની ફૅશન પર એક સોશિયલ મીડિયા યુઝરે વીડિયો પર ટિપ્પણી કરી, "આનાથી ભિખારી સારો દેખાય છે." એક વ્યક્તિએ લખ્યું, "જો તમે તેને ગામમાં છોડી દેશો, તો લોકો તમને લોટથી ભરેલા વાટકા આપવાનું શરૂ કરશે." એક ફોલોઅરે ટિપ્પણી કરી, "આપણા ઘરે આના કરતાં વધુ સારા વાસણ લૂછવાના કપડાં છે." ટ્રોલ કરતા, એક ઇન્સ્ટા યુઝરે વીડિયો પર ટિપ્પણી કરી, "મેં ઘણા સમયથી મારી બાઇકને સાફ કરવાના કાપડને નથી જોયું, જો કોઈ જુએ તો કૃપા કરીને મને જણાવો." "જો હું આવા કપડાં ખરીદું, તો મારી મમ્મી બીજા જ દિવસે રસોડું સાફ કરવા લઈ જશે," એક નેટિઝને લખ્યું.

કોઈએ લખ્યું છે કે ભગવાને મન ભ્રષ્ટ કરી દીધું છે, તો કોઈએ લખ્યું છે કે કરણ જોહર કૂલ બનવાની શોધમાં પાગલ થઈ ગયો છે. એક ફોલોઅરે લખ્યું, "સારું થયું કે નજીકમાં કોઈ કૂતરા નથી... નહીંતર તમને જોયા પછી તેઓ ચોક્કસ ભસ્યા હોત." કરણ જોહરને આ આઉટફિટમાં જોયા પછી લોકોએ આવી જ ઘણી ટિપ્પણીઓ કરી છે. તમને જણાવી દઈએ કે કરણ જોહર ઉપરાંત બૉલિવૂડ અભિનેતા રણવીર સિંહ પણ તેના પોશાકને કારણે ટ્રોલ થતો હોય છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો, કરણ જોહરની છેલ્લી ફિલ્મ `જીગરા` હતી.

કરણ જોહર દ્વારા નિર્મિત આગામી ફિલ્મ ‘ધડક-૨’ હશે. આ ફિલ્મનો પહેલો ભાગ વર્ષ 2018 માં રિલીઝ કરવામાં આવ્યો હતો, જેમાં જાહ્નવી કપૂર અને ઈશાન ખટ્ટર લીડ રોલમાં જોવા મળ્યા હતા. ફિલ્મના પહેલા ભાગને ઘણી પ્રશંસા મળી અને આ દ્વારા જાહ્નવી કપૂરને શાનદાર ડેબ્યૂ મળ્યું. ફિલ્મના બીજા ભાગનું ટીઝર રિલીઝ થઈ ચૂક્યું છે, તે દર્શકોને કેટલું પ્રભાવિત કરે છે તે જોવાનું બાકી છે. કરણે બૉલીવુડમાં લૉન્ચ કરેલા સ્ટારકિડ્સની યાદીમાં લેટેસ્ટ નામ ઉમેરાયું છે સૈફ અલી ખાન અને અમૃતા સિંહના દીકરા ઇબ્રાહિમ અલી ખાનનું.

karan johar viral videos social media fashion news fashion bollywood buzz bollywood news bollywood entertainment news