લૉરેન્સના લિસ્ટમાં કરણ જોહર પણ

19 June, 2022 05:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડરાવી-ધમકાવીને પાંચ કરોડ રૂપિયા પડાવવાનો હતો પ્લાન

કરણ જોહર

કરણ જોહર પણ લૉરેન્સ બિશ્નોઈના લિસ્ટમાં હતો અને તેની પાસેથી પાંચ કરોડ રૂપિયાની ખંડણી કરવાનું પ્લાનિંગ હતું. સિધુ મૂસેવાલાના મર્ડર બાદ લૉરેન્સ ખૂબ જ ચર્ચામાં આવ્યો હતો. તેના લિસ્ટમાં સલમાન ખાન પણ હતો. જોકે લૉરેન્સની ગૅન્ગનો મેમ્બર તેના પર અટૅક કરવામાં નિષ્ફળ રહ્યો હતો. લૉરેન્સની ગૅન્ગના સિદ્ધેશ કાંબળેએ આ માહિતી આપી હતી. સિદ્ધેશને મહાકાળ તરીકે પણ ઓળખવામાં આવે છે. પોલીસને ઇન્વેસ્ટિગેશનમાં  ​મહાકાળે આ માહિતી આપી છે. જોકે પોલીસે હજી એને માટેનું વેરિફિકેશન કરવાનું બાકી છે. કરણ જોહરને ડરાવી-ધમકાવીને તેની પાસે પાંચ કરોડ રૂપિયા પડાવવાનો પ્લાન ગોલ્ડી બ્રારના ભાઈ વિક્રમ બ્રારે મહાકાળ સાથે શૅર કર્યો હતો. આ વિશે પોલીસે કહ્યું હતું કે ‘કેટલાક આરોપીઓ તેમના કન્ફેશનમાં મોટી-મોટી હાંકી પણ રહ્યા છે. આની પાછળનું કારણ પબ્લિસિટી મેળવવાનું છે, જેથી તેઓ ભવિષ્યમાં વધુ ખંડણી મેળવી શકે. આ યુક્તિ પંજાબ અને અન્ય રાજ્યમાં ખૂબ ફેમસ છે. હાઇ-પ્રોફાઇલ નેમ સાથે ગૅન્ગસ્ટર પોતાનું નામ જોડી દે છે. મહાકાળ એક નાની માછલી છે. વિક્રમ બ્રારે તેને કરણ જોહર વિશે કહ્યું હતું. જોકે વિક્રમ શું કામ તેની સાથે કરણ જોહરની વાત કરે, જ્યારે મહાકાળ એક નાનકડો માણસ હોય? આ બધું ​પબ્લિસિટી માટે જ છે.’

bollywood news entertainment news