શાહરુખ સાથેની ફ્રેન્ડશિપને લઈને કરણ જોહરે પ્રિયંકાને બૅન કરી હતી : કંગના રનોટ

29 March, 2023 04:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ન્યુઝનો એક આર્ટિકલ શૅર કરીને કંગનાએ ટ્વીટ કર્યું હતું

કંગના રનોટ

કંગના રનોટનું કહેવું છે કે શાહરુખ ખાનની ફ્રેન્ડશિપને લઈને કરણ જોહરે ઇન્ડસ્ટ્રીમાં પ્રિયંકા ચોપડા જોનસને બૅન કરી હતી. પ્રિયંકા આજે ગ્લોબલ સ્ટાર છે અને તે ખૂબ જ મોટું નામ બની ગઈ છે. તેણે હાલમાં જ જાહેર કર્યું છે કે બૉલીવુડમાં તેને કૉર્નર કરવામાં આવી રહી હતી અને એથી તેણે અમેરિકામાં કરીઅર બનાવી હતી. આ ન્યુઝનો એક આર્ટિકલ શૅર કરીને કંગનાએ ટ્વીટ કર્યું હતું કે ‘બૉલીવુડ વિશે પ્રિયંકા ચોપડા જોનસનું આવું કહેવું છે. લોકોએ તેને એકલી પાડી હતી અને તેને હેરાન કરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી બહાર કાઢી હતી. પોતાના દમ પર ઊભી થયેલી મહિલાને ઇન્ડિયામાંથી બહાર જવા માટે મજબૂર કરવામાં આવી હતી. દરેકને ખબર છે કે કરણ જોહરે તેને બૅન કરી હતી. મીડિયામાં તેના અને કરણ જોહર વચ્ચેના મતભેદને લઈને ખૂબ જ લખવામાં આવ્યું હતું. શાહરુખ સાથેની તેની ફ્રેન્ડશિપ અને તે મૂવી માફિયા હોવાથી તેણે પ્રિયંકાની વલ્નરેબલ સાઇડ જોઈ અને એ તકનો ઉપયોગ કરીને તેને એટલી હેરાન કરી કે તેને ઇન્ડિયા છોડીને જવા પર મજબૂર કરી હતી. તે ખૂબ જ ખરાબ, ઈર્ષા‍ળુ, નીચ અને ટૉક્સિક વ્યક્તિ છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું કલ્ચર અને વાતાવરણ બગાડવા માટે કરણ જોહરને જવાબદાર ગણવો જોઈએ. અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાનના સમયે આવી પરિસ્થિતિ નહોતી. આઉટસાઇડર એ સમયે કામ કરી શકતા હતા. તેની ગૅન્ગ અને તેના માફિયા પીઆર પર રેઇડ પાડવી જોઈએ અને આઉટસાઇડર્સને હૅરૅસ કરવા માટે જવાબદાર ગણવા જોઈએ.’

entertainment news bollywood news bollywood gossips bollywood karan johar Shah Rukh Khan priyanka chopra kangana ranaut