અક્ષય કુમારના જન્મદિવસ પર કરણ જોહરે કરી મહત્વની જાહેરાત

09 September, 2019 09:51 PM IST  |  મુંબઈ ડેસ્ક

અક્ષય કુમારના જન્મદિવસ પર કરણ જોહરે કરી મહત્વની જાહેરાત

અક્ષય કુમાર

અક્ષય કુમારના જન્મદિવસ પર કરણ જોહરે કરી મહત્વની જાહેરાત

અક્ષય કુમારની આ વર્ષે હાઉસફુલ 4 અને ગુડ ન્યૂઝ રિલીઝ થશે.

અક્ષય કુમારના ચાહકો આ વાતને લઈને ખુશ છે કે અક્ષય તેની આગામી પીરિયડ ડ્રામા ફિલ્મ 'પૃથ્વીરાજ'માં સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ તરીકે દેખાશે. હવે તેની ફિલ્મ ગુડ ન્યૂઝના નિર્માતાઓએ પોતે એક નવી જાહેરાત કરી છે.

અક્ષય કુમાર, કરીના કપૂર, કિયારા અડવાણી અને દિલજીત દોસાંઝ અભિનિત ફિલ્મ જે પહેલા અંગ્રેજીમાં 'Good News' ટાઇટલ આપવામાં આવ્યું હતું. તેને બદલાવીને હવે 'Good Newwz' કરી દેવામાં આવ્યું છે.

ફિલ્મ નિર્માતાઓએ અક્ષયના જન્મદિવસે ફિલ્મના નવા શીર્ષકની જાહેરાત કરી છે. આ ફિલ્મ આ વર્ષે 27 ડિસેમ્બરે પડદા પર રિલીઝ થશે. કરણ જોહરે આજે અક્ષય કુમારના જન્મદિવસે આ વાતની માહિતી પોતાના ટ્વિટર હેન્ડલ પરથી આપી છે. કરણે ટ્વીટ કર્યું છે, "હેપ્પી બર્થડે અક્ષય કુમાર અમે તને પ્રેમ કરીએ છીએ. Good News એ છે કે આપણી ફિલ્મ હવે '#Good Newwz' ધમાકા સાથે વર્ષનું અંત કરશે. 27મીએ આ ફિલ્મ તમને બધાંને બતાવવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યો છું."

નોંધનીય છે કે પોતાની બેક ટૂ બેક હિટ ફિલ્મો સાથે અક્ષય કુમાર બૉક્સ ઑફિસ પર પણ રાદ કરે છે. આ સમયે બૉક્સ ઑફિસ પર તેની બોલબાલા છે. અક્ષય કુમારની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'મિશન મંગલ' બૉક્સ ઑફિસ પર સારી કમાણી કરી રહી છે. આ ફિલ્મ અક્ષય કુમારની સૌથી વધુ કમાણી કરતી ફિલ્મ તરીકે નામના પામી છે. તેની આ પહેલાની ફિલ્મ 'કેસરી'એ પણ બૉક્સ ઑફિસ પર સારી સફળતા મેળવી હતી. અક્ષય કુમારની આ વર્ષે ફિલ્મ 'હાઉસફુલ 4' અને 'ગુડ ન્યૂઝ' પણ રિલીઝ થશે. 

આ પણ વાંચો : નીરવ બારોટ: જાણો આ લોકગાયકની સફળતાની કહાની

અક્ષય વર્ષ 2019ને એક સારા વર્ષ તરીકે પૂરું કરશે. આ સિવાય અક્ષય કુમાર સૂર્યવંશી, લક્ષ્મી બમ અને બચ્ચન પાંડે નામની ફિલ્મોમાં પણ દેખાશે. અક્ષય કુમાપની ફિલ્મ મિશન મંગલ, મંગળ ગ્રહ પર મોકલવામાં આવેસલ મંગલયાનની સ્ટોરી છે.

karan johar akshay kumar bollywood bollywood events bollywood news bollywood gossips