૭ જુલાઈએ આવશે ‘કૉફી વિથ કરન’ની સાતમી સીઝન

20 June, 2022 03:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ નવી સીઝનની જાહેરાત કરતાં એક નાનકડી ક્લિપ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી હતી

૭ જુલાઈએ આવશે ‘કૉફી વિથ કરન’ની સાતમી સીઝન

કરણ જોહરનો ફેમસ ટૉક-શો ‘કૉફી વિથ કરન’ની સાતમી સીઝન ડિઝની+હૉટસ્ટાર પર ૭ જુલાઈથી શરૂ થવાનો છે. આ શોમાં અનેક સેલિબ્રિટીઝ હાજર રહી ચૂકી છે તો ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કે. એલ. રાહુલ પણ આવી ચૂક્યા છે. આ શોની અગાઉની સીઝનમાં ગેસ્ટનાં અનોખાં કૉમ્બિનેશન પણ જોવા મળ્યાં હતાં. દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને રણવીર સિંહ, પ્રિયંકા ચોપડા જોનસ અને કરીના કપૂર ખાનની જોડી આ શો પર આવી ચૂકી છે. હવેની સીઝનમાં કરણ જોહરની આગામી ફિલ્મ ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’માં જોવા મળનાર રણવીર સિંહ અને આલિયા ભટ્ટ આ‍વવાનાં છે. આ નવી સીઝનની જાહેરાત કરતાં એક નાનકડી ક્લિપ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કરણે કૅપ્શન આપી હતી, ‘કોણ આવી રહ્યું છે એ વિશે જણાવી શકો છો? આ વખતે તો તેજતર્રાર જોવા મળશે. ડિઝની+હૉટસ્ટાર પર ૭ જુલાઈથી ‘કૉફી વિથ કરન’ની સાતમી સીઝન શરૂ થઈ રહી છે.’

entertainment news bollywood bollywood news koffee with karan karan johar hotstar