ફિલ્મમેકર બિમલ રૉયની ગ્રેટ-ગ્રૅન્ડ ડૉટર સાથે સગાઈ કરી લીધી કરણ દેઓલે?

14 May, 2022 02:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એવું જાણવા મળ્યું છે કે ધર્મેન્દ્ર અને બિમલ રૉય ખાસ મિત્રો હતા. બન્નેએ સાથે મળીને કેટલીક ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. બિમલ રૉય તો હયાત નથી પરંતુ તેમની આ મિત્રતા હવે સંબંધોમાં પરિવર્તિત થવાની છે.

કરણ દેઓલ

સની દેઓલના દીકરા કરણ દેઓલે ફિલ્મમેકર બિમલ રૉયની પરપૌત્રી દ્રિશા સાથે સગાઈ કરી હોવાની ચર્ચા છે. જોકે એ વિશે હજી સુધી કોઈએ જાહેરાત નથી કરી. એવું કહેવાય છે કે નજીકના ફૅમિલી અને ફ્રેન્ડ્સની હાજરીમાં તેમની સગાઈ કરવામાં આવી છે. કરણ પોતાના રિલેશનને ખૂબ જ પ્રાઇવેટ રાખવા માગે છે. તે જલદી જ લગ્ન કરી લે એવી શક્યતા છે. કરણે ‘પલ પલ દિલ કે પાસ’ દ્વારા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. બાદમાં તે ‘વેલ્લે’માં પણ દેખાયો હતો. એવું જાણવા મળ્યું છે કે ધર્મેન્દ્ર અને બિમલ રૉય ખાસ મિત્રો હતા. બન્નેએ સાથે મળીને કેટલીક ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. બિમલ રૉય તો હયાત નથી પરંતુ તેમની આ મિત્રતા હવે સંબંધોમાં પરિવર્તિત થવાની છે.

bollywood news bollywood bollywood gossips entertainment news karan deol