કપિલ શર્માને ધમકી આપનાર વ્યક્તિની મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે બંગાળથી ધરપકડ કરી

27 September, 2025 10:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Kapil Sharma Threat Case: મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પશ્ચિમ બંગાળના 24 પરગણામાં પ્રખ્યાત હાસ્ય કલાકાર અને અભિનેતા કપિલ શર્માને ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ દિલીપ ચૌધરી તરીકે થઈ છે. મુંબઈ પોલીસ હવે તપાસ કરી રહી છે.

કપિલ શર્મા (સૌજન્ય: મિડ-ડે)

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પશ્ચિમ બંગાળના 24 પરગણામાં પ્રખ્યાત હાસ્ય કલાકાર અને અભિનેતા કપિલ શર્માને ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ દિલીપ ચૌધરી તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, દિલીપ ચૌધરીએ કપિલ શર્માને 1 કરોડની ખંડણી માંગતો ઈમેલ મોકલ્યો હતો. વધુમાં, તેણે ગૅન્ગસ્ટર ગોલ્ડી બ્રાર અને રોહિત ગોદારા ગૅન્ગ સાથે સંકળાયેલો હોવાનો દાવો કર્યો હતો.

મુંબઈ પોલીસ હવે તપાસ કરી રહી છે કે શું આરોપી ખરેખર ગૅન્ગસ્ટર ગોલ્ડી બ્રાર અને રોહિત ગદ્રા સાથે જોડાયેલો છે. ધરપકડ બાદ પૂછપરછ ચાલુ છે.

કપિલ શર્માના કાફે પર બે ગોળીબાર
નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોમાં કપિલ શર્મા ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. કેનેડામાં તેમના કાફે પર બે વાર ગોળીબાર થયો છે. વધુમાં, કોમેડિયનને ગૅન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગૅન્ગ તરફથી ખુલ્લી ધમકીઓ મળી છે.

કેનેડામાં કપિલ શર્માના કાફેમાં થયેલા પહેલા ગોળીબારની જવાબદારી ખાલિસ્તાની આતંકવાદી હરજીત સિંહ લાડીએ લીધી હતી. બીજી ગોળીબારની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગૅન્ગે લીધી હતી. આ ધમકીઓ અને હુમલાઓએ કોમેડિયનની સલામતી અંગે ચિંતાઓ ઉભી કરી છે, જેના કારણે મુંબઈ પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે.

૧ કરોડ રૂપિયાની ખંડણી માગવામાં આવી હતી
તાજેતરમાં, બિશ્નોઈ ગૅન્ગના સભ્ય હોવાનો દાવો કરતા કોઈ વ્યક્તિએ કોમેડિયન કપિલ શર્મા પાસેથી ૧ કરોડ રૂપિયા માગ્યા હતા. આ ખંડણી એક ઔપચારિક ઈમેલ દ્વારા માગવામાં આવી હતી. પોલીસે આ કેસના સંદર્ભમાં બંગાળથી આરોપી દિલીપ ચૌધરીની ધરપકડ કરી છે.

kapil sharma canada khalistan social media mumbai police mumbai crime news Crime News kolkata bollywood buzz bollywood events bollywood news bollywood entertainment news