જો કંગના રનૌત વડાપ્રધાન બને, તો કરીના કપૂર બનશે હોમ મિનિસ્ટર,જાણો કેમ ?

19 July, 2019 02:22 PM IST  |  મુંબઈ

જો કંગના રનૌત વડાપ્રધાન બને, તો કરીના કપૂર બનશે હોમ મિનિસ્ટર,જાણો કેમ ?

કંગના રનૌત, કરીના કપૂર

બોલીવુડની એક્ટ્રેસ કંગના રનૌત હાલ પોતાની અપકમિંગ ફિલ્મ 'જજમેન્ટલ હૈ ક્યા'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મના પ્રમોશ માટે તે હમણાં જ કપિલ શર્મા ના શોમાં પણ પહોંચી હતી, જ્યાં કંગનાએ ખૂબ જ મસ્તી કરી. આ દરમિયાન કંગના રનૌતે કરીના કપૂરના ખૂબ જ વખાણ કર્યા. સોની ટીવી અને કંગનાની ટીમે તેનો એક નાનકડો વીડિયો સોશિયલ મીડિયા પર શૅર કર્યો છે. જેમાં તે કપિલ સાથે મસ્તી કરતી દેખાઈ રહી છે, અને કરીનાના વખાણ કરી રહી છે.

શોમાં કંગના રનૌતને કપિલે સવાલ પૂછ્યો હતો કે જો તે બોલીવુડની પ્રાઈમ મિનિસ્ટર બની તો હોમ મિનિસ્ટ્રી એટલે કે ગૃહ મંત્રાલય કયા સુપરસ્ટારને સોંપશે. જવાબમાં કંગના રનૌતે કરીના કપૂરનું નામ લીધું. કંગના કહે છે કે કરીના સૌથી સારી રીતે પોતાનું ઘર, બાળક, ફેમિલી, અને પ્રોફેશનલ કરિયરને બેલેન્સ કરે છે. આ તમામ કામની વચ્ચે પોતાની જાતનું ધ્યાન રાખવું એ મહત્વની બાબત છે. મને લાગે છે કે સૌથી સારી હોમ મિનિસ્ટર તે જહોઈ શકે છે. તે આપણા બધા જ માટે પ્રેરણા સમાન છે. કંગનાનો આ વીડિયો તેના પેજ પર પણ શૅર કર્યો છે.

આ પણ વાંચોઃ Siddharth Randeria: રંગભૂમિ ગજવતા ગુજ્જુભાઈના જુઓ પર્સનલ લાઈફના ફોટોઝ

સોની ટીવીએ પણ કપિલ કર્માના શોનો કંગનાનો વીડિયો શૅર કર્યો છે, જેમાં કપિલ કંગનાને પૂછે છે કે કંગનાનું ઠેકાણું નથી, જેના જવાબમાં કંગના કહે છે કે તેને સારું લાગે છે. બાદમાં કપિલ પૂછે છે કે એક્તા કપૂર સાથે આ તમારી ત્રીજી ફિલ્મ છે, જેના પર કંગના કહે છે કે,'કારણ કે એક્તાનું પણ ઠેકાણું નથી.' ઉલ્લેખનીય છે કે કંગનાની ફિલ્મ 'જજમેન્ટલ હૈ ક્યા' 26 જુલાઈએ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં રાજકુમાર રાવ લીડ રોલમાં છે. ફિલ્મના પોસ્ટર અને ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યા છે.

kangana ranaut kareena kapoor the kapil sharma show sony entertainment television