કપિલ શર્માની ‘ઝ્વિગાટો’ ૧૭ માર્ચે થશે રિલીઝ

21 January, 2023 04:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મમાં કપિલ ભુવનેશ્વરમાં એક ફૂડ ડિલિવરી બૉયના રોલમાં દેખાવાનો છે

કપિલ શર્માની ‘ઝ્વિગાટો’ ૧૭ માર્ચે થશે રિલીઝ

કપિલ શર્માની આગામી ફિલ્મ ‘ઝ્વિગાટો’ ૧૭ માર્ચે થિયેટરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં કપિલ ભુવનેશ્વરમાં એક ફૂડ ડિલિવરી બૉયના રોલમાં દેખાવાનો છે. આ ફિલ્મને નંદિતા દાસે લખી અને ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મ દ્વારા સામાન્ય લોકોના જીવનમાં ડોકિયું કરવામાં આવશે. આ ફિલ્મનું વર્લ્ડ પ્રીમિયર ટૉરોન્ટો ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ અને બુસાન ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં થયું છે. આ ફિલ્મનું પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કપિલે કૅપ્શન આપી હતી, ‘સૌથી વધુ જેની રાહ જોવાતી હતી એ ઑર્ડર ફાઇનલી આવી ગયો. ૧૭ માર્ચે ‘ઝ્વિગાટો’ થિયેટરમાં રિલીઝ થશે. એક ફૂડ ડિલિવરી રાઇડરની દિલને સ્પર્શી જનારી સ્ટોરી છે.’

entertainment news bollywood news kapil sharma